ગુજરાતના તમામ 26 કમળ પ્રધાનમંત્રીના ચરણોમાં આપીશું, સુરત લોકસભામાં ભાજપના ઉમેદવાર બિનહરીફ થયા બાદ પાટીલનું નિવેદન

09:57 PM Apr 23, 2024 | gujaratpost

સુરતઃ  બસપા (bsp) સહિતના તમામ 8 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચતા સુરત લોકસભા બેઠક બિનહરીફ બની છે. લોકસભામાં (lok sabha elections 2024) ભાજપની પહેલી જીત થઈ છે. આ સાથે સુરત દેશની પહેલી બિનહરીફ બેઠક બની છે. આમ, ભાજપે મોટું ઓપરેશન પાર પાડીને ઈતિહાસ રચી દીધો છે. સુરત બેઠક પર ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ થવા પર ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે (c r paatil) પ્રેસ કોન્ફરન્સ યોજી હતી.

સી આર પાટીલે કહ્યું, આજરોજ લોકસભા ઈલેક્શનમાં ફોર્મ પાછું ખેચવાનો છેલ્લો દિવસ હતો. કોંગ્રેસનાં ઉમેદવારનું ફોર્મ કેન્સલ થયું ત્યારબાદ તમામ અપક્ષ ઉમેદવારો અને અન્ય પાર્ટીના ઉમેદવારોએ ફોર્મ પરત ખેચ્યું હતુ, એટલે સુરત કલેક્ટરે મુકેશ દલાલને બિન હરીફ જાહેર કર્યાં. કોંગ્રેસ દ્વારા ખોટી વાતો ફેલાવાઇ હતી કે કોંગ્રેસના ઉમેદવાર નિલેષ કુંભાણીના ટેકેદારોનું અપહરણ થયું હતુ, પરંતુ જીત હવે અમારી છે, લોકસભાની આ બેઠકની જીત એ પ્રધાનમંત્રી મોદીના ટાર્ગેટ 400 પારની પહેલી જીત છે. ગુજરાતની તમામ લોકસભાની 26 બેઠકોના કમળ પ્રધાનમંત્રીના ચરણોમાં આપીશું.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (Gujarat cm bhupendra patel) સોશિયલ મીડિયા એક્સ પર લખ્યું, સુરત લોકસભા બેઠકના ઉમેદવાર મુકેશ દલાલને બિનહરીફ ચૂંટાવા બદલ હાર્દિક અભિનંદન સહ શુભકામનાઓ. લોકસભા ચૂંટણીમાં ગુજરાત સહિત સમગ્ર ભારતમાં ભારતીય જનતા પાર્ટીના ઐતિહાસિક વિજયની આ શરૂઆત છે. ગુજરાતમાં તમામ 26 બેઠકો પર ભાજપના પ્રચંડ વિજય સાથે કમળ ખીલવાનો અને માનનીય મોદીજીના નેતૃત્વમાં અબકી બાર 400 પાર નો સંકલ્પ સાકાર થવાનો આ સ્પષ્ટ સંકેત છે.

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post