સુરતમાં દિવસને દિવસે આપઘાતની ઘટનાઓ વધી રહી છે
દરરોજ સરેરાશ બે થી ત્રણ ઘટનાઓ નોંધાઈ રહી છે
સુરતઃ શહેરની નવી સિવિલ હૉસ્પિટલના રેડિયોલોજી વિભાગમાં ફરજ બજાવતા ડૉક્ટર દ્વારા હોસ્ટેલના રૂમમાં ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. હોસ્ટેલમાં રહેતા અન્ય ડૉક્ટર દ્વારા ટ્રોમા સેન્ટરમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો. જો કે, ડૉક્ટરે કાય કારણોસર આ પગલું ભર્યું તે અંગે હજી સુધી કોઈ માહિતી પ્રાપ્ત થઈ નથી.
મૂળ બેંગ્લોરના વતની 26 વર્ષીય ડૉ. લોકેશે દેવાંગ હાલમાં સુરતની નવી સિવિલ હૉસ્પિટલમાં આવેલા રેડિયોલોજી વિભાગના આર-2 તરીકે ફરજ બજાવતા હતા અને નવી સિવિલ કેમ્પસમાં આવેલા બોઇઝ હોસ્ટેલમાં રહેતા હતા.તબીબ લોકેશ દેવાંગે સાંજના સમયે પોતાના રૂમમાં ફાંસો ખાતા સાથી તબીબોએ તાત્કાલિક તેને નીચે ઉતારી સારવાર માટે ટ્રોમા સેન્ટર ખસેડ્યો હતો. જોકે, બે-ત્રણ કલાકની સારવાર બાદ ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો.
હાલ તો ડોક્ટર લોકેશના આપઘાત પાછળનું કોઈ કારણ સામે આવ્યું નથી. આ મામલે ખટોદરા પોલીસે જાણવા જોગ ફરિયાદ નોંધી આપઘાત પાછળું કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી હતી. તબીબના મોતના સમાચારથી તેમના પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. ડૉક્ટર દ્વારા પોતાનું જીવન ટૂંકાવી લેવાની ઘટના બાદ નવી સિવિલ હૉસ્પિટલના કેમ્પસમાં પણ સન્નાટો છવાઈ ગયો હતો.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++