પત્નીની હત્યા કરીને મૃતદેહ ડ્રમમાં મુકીને લઇ જતો પતિ સીસીટીવામાં થયો કેદ
સીસીટીવીની મદદથી જ સમગ્ર ઘટનાનો ભેદ ઉકેલાયો
સુરતઃ ભેસ્તાન પોલીસ મથકની હદમાં ભાણોદ્રા ગામની સીમમાં થોડા દિવસ પહેલા પ્લાસ્ટિકના ડ્રમમાં પેક કરેલી મહિલાની લાશ મળી આવી હતી. આ બનાવના થોડા જ દિવસમાં પોલીસે ભેદ ઉકેલી નાંખ્યો છે. આ હત્યા અન્ય કોઈએ નહીં પરંતુ તેના પતિએ જ કરી હોવાનું સામે આવ્યું છે. પતિએ અનૈતિક સંબંધની આશંકામાં પત્નીને ગળે ટુંપો આપીને મોતને ઘાટ ઉતાર્યાં બાદ પ્લાસ્ટિકના ડ્રમમાં પેક કરી તેમાં સિમેન્ટ નાંખી પેક કરી હતી. જે બાદ તેનો નિકાલ કરી દીધો હતો. ઘટના પોલીસ માટે કોયડા સમાન હોવાથી ઘટના સ્થળની આસપાસના સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવી હતી. જેમાં સીસીટીવીમાં એક યુવક આ ડ્રમ લઈને જતો જોવા મળ્યો હતો.
જે બાદ પોલીસે આરોપી સુધી પહોંચીને તેની ધરપકડ કરી હતી. જેમાં તેણે ચોંકાવનારી કબૂલાત કરી હતી કે, તેને પોતાની પત્નિને અન્ય સાથે અનૈતિક સંબંધો હોવાની શંકા હતી. આ બાબતે પત્નીને પૂછતા બંને વચ્ચે ઝઘડો થયો હતો. દરમિયાન તેને પત્નિની એકલતાનો લાભ ઉઠાવીને દુપટ્ટા વડે પત્નીનું ગળું દબાવી પત્નીની હત્યા કરી નાખી હતી.
આ હત્યાને અંજામ આપ્યાં બાદ પ્લાસ્ટિકનું ડ્રમ ખરીદીને તેમાં પત્નીની લાશ મૂકીને ઉપરથી સિમેન્ટ નાખી દીધો હતો. ત્યારબાદ લાશને ઘરમાં બે દિવસ રાખ્યા બાદ તેના નિકાલ માટે તે ચાર મજૂરોને બોલાવી લાવ્યો હતો અને જણાવ્યું હતું કે, ઘરમાં ધાર્મિક વસ્તુઓ કે જે પૂજા પાઠમાં ઉપયોગમાં લેવાય છે તે વસ્તુ ડ્રમમાં ભરી છે. તે ડ્રમને પાણીમાં પધરાવવાનું છે. મજૂરોની મદદથી તેણે ડ્રમ પાણીમાં ફેંકી દીધું હતું આ ડ્રમ આરોપી ખુદ બાઇક પર લઇ આવ્યો હતો. તે સમયના સીસીટીવી પોલીસે જપ્ત કર્યા હતા અને આ કેસ ઉકેલ્યો હતો.
1.jpg)
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/