સુરતઃ શહેરના કાપોદ્રા વિસ્તારમાં રહેતી કિશોરીને સોશિયલ મીડિયામાં ફસાવીને લસકાણાના યુવકે નિર્વસ્ત્ર કરાવી બ્લેકમેઈલ કરવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો. યુવકે વીડિયો કોલમાં નિર્વસ્ત્ર કિશોરીના સ્ક્રીનશોટ લઇ વાયરલ કરવાની ધમકી આપી કિશોરી પાસેથી રૂ. 93,000 રોકડા તથા સોનાના દાગીના પડાવી લીધા હતા.જો કે, કિશોરીએ ઘરમાં જ ચોરી કરતા ભાંડો ફૂટ્યો અને આખી હકીકત પરિવારજનોને જણાવીને તાત્કાલિક પોલીસમાં ફરિયાદ નોંધાવતા આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.
કિશોરી સોશિયલ મીડિયા મારફતે લસકાણામાં રહેતા યુવકના સંપર્કમાં આવી હતી. યુવકે તેને ફોસલાવીને તેના કપડાં વીડિયો કોલમાં કઢાવીને નિર્વસ્ત્ર કરાવી હતી. આ દરમિયાન યુવકે તેના સ્ક્રિનશોટ પાડી લીધા હતા અને વાયરલ કરવાની ધમકી આપી કિશોરીને બ્લેકમેઈલ કરતો હતો. બાદમાં કિશોરી પાસેથી રોકડા રૂપિયા 93000, બે સોનાના બ્રેસલેટ, બે કાનની બુટ્ટી પડાવી લીધી હતી.
ઘરમાંથી દાગીના ગાયબ હોવાથી પરિવારને જાણ થતા દીકરીએ તમામ હકીકત પરિવારને જણાવી દીધી હતી. જેથી, તેઓએ કાપોદ્રા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી કરણ હિરપરા સામે ફરિયાદ દાખલ કરી છે.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++