+

Surat Rain: ઉકાઈમાંથી પાણી છોડાતા તાપી બે કાંઠે, સુરતીઓની વધી ચિંતા

Surat Rain Updates: સુરત અને દક્ષિણ ગુજરાતમાં પડી રહેલા ધોધમાર વરસાદના કારણે ઉકાઈ ડેમમાં પાણીની ભરપૂર આવક થઈ છે. જેના કારણે ડેમમાંથી આશરે અઢી લાખ ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવતાં તાપી નદી બે કાંઠે વ

Surat Rain Updates: સુરત અને દક્ષિણ ગુજરાતમાં પડી રહેલા ધોધમાર વરસાદના કારણે ઉકાઈ ડેમમાં પાણીની ભરપૂર આવક થઈ છે. જેના કારણે ડેમમાંથી આશરે અઢી લાખ ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવતાં તાપી નદી બે કાંઠે વહેતી થઈ છે.સુરતમાં તાપી નદીના કિનારે બનેલો રિવરફ્રન્ટ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. નદી કિનારાની આસપાસના વિસ્તારોને ખાલી કરાવ્યાં છે. ત્યારે તાપીને કિનારે આવેલા રેવાનગરમાંથી કેટલાય પરિવારોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. આ પરિવારોને મહાનગર પાલિકાની સ્કૂલોમાં રાખવામાં આવ્યા છે અને તેમના માટે ફૂડ પેકેટની વ્યવસ્થા પણ તંત્ર દ્વારા કરવામાં આવી છે.

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 251 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. 24 કલાકમાં રાજ્યના 15 તાલુકાઓમાં 9 થી 14 ઈંચ વરસાદ નોંધાયો છે. ટંકારા અને મોરવાહડફમાં 14-14 ઈંચ, નડિયાડ, બોરસદ, વડોદરા, આણંદ, પાદરા, ખંભાતમાં 13-13 ઈંચ, ખંભાત, ગોધરા, તારાપુરમાં 12.5-12.5 ઈંચ વરસાદ નોંધાયો છે.

રાજ્યના કુલ 608 રસ્તાઓ પર વાહન વ્યવહાર બંધ છે. 22 સ્ટેટ હાઈવે, પંચાયત હસ્તકના 549 રસ્તા બંધ છે. અન્ય 37 રસ્તાઓ પર વાહન વ્યવહાર બંધ છે. ભારે વરસાદથી એસટી બસ સેવા પણ ખોરવાઈ છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

facebook twitter