સુરતમાં યુવકને પ્રેમજાળમાં ફસાવીને રૂ.96 લાખની ચોરી કરનારી યુવતિ પ્રેમી સાથે ઝડપાઈ- Gujarat Post

11:23 AM Feb 21, 2024 | gujaratpost

સુરતઃ એક યુવતિએ યુવકને પ્રેમજાળમાં ફસાવીને લગ્ન કરવાના સપના બતાવ્યાં હતા અને લગ્ન પહેલા જ લાખો રૂપિયા ચોરીને પ્રેમી સાથે ફરાર થઈ ગઈ હતી, પરંતુ તે દૂર ભાગે તે પહેલા જ પોલીસે ઝડપી લીધી હતી. થોડા દિવસો પહેલા ચોકબજાર વિસ્તારમાં આવેલી એક સોસાયટીમાં રહેતા દીલીપને સામેના મકાનમાં રહેતી જયશ્રી ભગત સાથે પ્રેમસંબંધ બંધાયો હતો. જયશ્રી તેના પતિને છૂટાછેડા આપીને બાળકો સાથે અહીં રહેતી હતી. પરંતુ કોઈ કામ ન હોવાથી તે દિલીપના ઘરે કચરા-પોતા કરવા જતી હતી. આ રીતે તેણે દિલીપને પ્રેમજાળમાં ફસાવ્યો હતો.

દિલીપે પોતાની માલિકીનું ઘર વેચ્યાની જયશ્રીને જાણ થતાં તેણે રૂપિયા ચોરી કરવાનો પ્લાન ઘડ્યો હતો. જેથી તેણે દિલીપને કહ્યું કે, મારા બંને બાળકોને તેના પિતાના ઘરે મુકવા જવું છે. આવું કહીને તે બજરંગનગર પહોંચ્યાં હતા. જ્યાં દિલીપ બંને બાળકોને તેના પિતાને સોપવા ગયોં ત્યાં જયશ્રી ગાયબ થઈ ગઈ. જે બાદ દિલીપ ઘરે પહોંચ્યો તો રૂપિયા ચોરી થયાનું સામે આવ્યું હતું અને તેણે પોલીસમાં ફરિયાદ કરી હતી.

દિલીપની ફરિયાદ બાદ સુરતની ચોક બજાર પોલીસે બંને આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યાં હતા. જે દરમિયાન બંને આરોપી મહારાષ્ટ્ર તરફ ગયા હોવાની બાતમી મળી હતી. જેથી સુરત પોલીસ મહાષ્ટ્ર પહોંચી હતી. અને લૂંટેરી જયશ્રી અને તેના પૂર્વ પ્રેમની ઝડપી પાડ્યાં હતા. 

Trending :

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post