+

સુરતમાં વધુ બે લોકોને હાર્ટએટેક, છાતીમાં દુખાવો થયા બાદ અચાનક બેભાન થયા પછી 2 લોકોનાં મોત- Gujarat Post

(પ્રતિકાત્મક ફોટો) સુરતઃ શહેરમાં લાંબા સમયથી એકાએક બેભાન (unconscious) થવું અને છાતીમાં દુખાવો (chest pain) થયા બાદ મોત થવાના (suddenly collapse) બનાવો વધી રહ્યાં છે. મોટા વરાછામાં 32 વર્ષીય વ્યક્ત

(પ્રતિકાત્મક ફોટો)

સુરતઃ શહેરમાં લાંબા સમયથી એકાએક બેભાન (unconscious) થવું અને છાતીમાં દુખાવો (chest pain) થયા બાદ મોત થવાના (suddenly collapse) બનાવો વધી રહ્યાં છે. મોટા વરાછામાં 32 વર્ષીય વ્યક્તિ અને પાંડેસરામાં 43 વર્ષીય વ્યક્તિની તબિયત લથડતા બેભાન થયા બાદ તેમના મોત નીપજ્યાં હતા

સિવિલ અને સ્મીમેર હોસ્પિટલથી મળેલી વિગતો મુજબ મોટા વરાછામાં સુદામા ચોક પાસે અભિષેક રેસીડન્સીમાં રહેતા 32 વર્ષીય ચિરાગ બાબુભાઇ કુકડીયા ઘરમાં એકાએક ઉલ્ટી થયા બાદ ઢળી પડતા બેભાન થઈ ગયા હતા. જેથી તેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં ફરજ પરના ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા.

બીજા બનાવમાં પાંડેસરામાં કૈલાશનગર પાસે રવિ નગરમાં રહેતા 43 વર્ષીય ઉદય મોલઇ નિશાદની ઘરમાં અચાનક તબિયત બગાડતા  બેભાન થઈ ગયા હતા. જેથી તેમને સારવાર માટે  સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં ફરજ પરના ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. નોંધનિય છે કે રાજ્યમાં અનેક જગ્યાએ હાર્ટએટેકના કિસ્સા વધી રહ્યાં છે, જેના પર સરકાર તપાસ કરે તે જરૂરી છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

facebook twitter