- બંનેના મેડિકલ ચેકઅપ બાદ પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરશે
- હોટલમાં રોકાણ કરતા સમયે શિક્ષિકા પોતાનું જ આધારકાર્ડ આપતી હતી
- વિદ્યાર્થી તેનો પિતરાઈ ભાઈ હોવાનું જણાવતી હતી
સુરતઃ ચાર દિવસ પહેલા એક વિદ્યાર્થીને લઈને ફરાર થઈ ગયેલી શિક્ષિકાનો કેસ સમગ્ર રાજ્યમાં ચર્ચાસ્પદ બન્યો છે. પોલીસે પણ કેસમાં તપાસ કરીને ચાર દિવસમાં જ શિક્ષિકા અને વિદ્યાર્થીને ઝડપી પાડ્યાં હતા. તપાસ દરમિયાન શિક્ષિકાએ વિદ્યાર્થી સાથે શરીર સંબંધ બાંધ્યાનો ખુલાસો થયો છે.
11 વર્ષનો વિદ્યાર્થી અને 23 વર્ષની શિક્ષિકા ભાગી ગયા હતા
પોલીસના જણાવ્યાં પ્રમાણે, શિક્ષિકા વિદ્યાર્થીને લઈને ભાગી ગયા બાદ તેનો મોબાઈલ નંબર રેલવે સ્ટેશન ખાતે બંધ થઈ ગયો હતો. રેલવે સ્ટેશન અને બસ સ્ટેન્ડના સીસીટીવીમાં શિક્ષિકા અને વિદ્યાર્થી દેખાઈ આવ્યાં ન હતાં. જેથી તે પ્રાઇવેટ બસમાં ભાગ્યાં હોવાની આશંકા સાથે વધુ તપાસ કરવામાં આવી હતી. દરમિયાન શિક્ષિકા પાસે અન્ય એક મોબાઇલ નંબર હોવાની જાણ થઈ હતી. જે નંબર ચાલુ હોવાથી તેને ટ્રેસ કરવામાં આવ્યો હતો.
બીજો નંબર ચાલુ હોવાથી તેને ટ્રેસ કરવામાં આવ્યો હતો. આ બંને પહેલા સુરતથી અમદાવાદમાં ખાનગી બસમાં પહોંચ્યાં હતા ત્યાંથી દિલ્હી ગયા, અને બાદમાં જયપુર ગયા હતા, ત્યાં રોકાવાની ખાસ વ્યવસ્થા ન થતા તેઓ ગુજરાત પરત ફર્યા હતા અને રાજસ્થાન બોર્ડર પાસે રાયગઢથી પકડાઈ ગયા હતા.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++