+

જાતિ આધારિત વસ્તી ગણતરીઃ બિહાર ચૂંટણી પહેલા મોદીનો માસ્ટર સ્ટ્રોક, જાણો 3 મહત્ત્વની વાતો - Gujarat Post

નવી દિલ્હીઃ બુધવારે કેન્દ્ર સરકારે કેબિનેટની બેઠક મળી હતી, જેમાં જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરી કરવા મ્હોર મારી છે. આ વર્ષના અંતે બિહારમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી પહેલાં જ કેન્દ્ર સરકારે જ્ઞાતિ આધારિત વસત

નવી દિલ્હીઃ બુધવારે કેન્દ્ર સરકારે કેબિનેટની બેઠક મળી હતી, જેમાં જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરી કરવા મ્હોર મારી છે. આ વર્ષના અંતે બિહારમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી પહેલાં જ કેન્દ્ર સરકારે જ્ઞાતિ આધારિત વસતી ગણતરીને લીલી ઝંડી આપીને વિપક્ષ પાસેથી એક મોટો મુદ્દો છીનવી લીધો છે. વસ્તી ગણતરી ફોર્મમાં જ જાતિની કોલમ મુકવામાં આવશે.  

કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે, કોંગ્રેસ સરકાર હંમેશાથી જાતિ આધારિત વસ્તી ગણતરીનો વિરોધ કરતી આવી છે. પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે જાતિ આધારિત વસ્તી ગણતરીને માન્યતા આપવા નિર્દેશ આપ્યો હતો. ઘણા રાજકીય પક્ષોએ આ વાતને સમર્થન આપ્યું હતું. પરંતુ કોંગ્રેસ પક્ષ જાતિ આધારિત વસ્તી ગણતરી નહીં પણ માત્ર જાતિની ગણતરીનો સર્વે કરવા માગતી હતી.  

કેન્દ્ર સરકાર તરફથી જાતિ આધારિત વસ્તી ગણતરી કરાવવાના આ નિર્ણય બાદ વિપક્ષ તરફથી પ્રતિક્રિયા આવી રહી છે. વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં તેમને કહ્યું કે, સંસદમાં અમે કહ્યું હતું કે, જાતિ આધારિત વસ્તી ગણતરી કરાવીને જ રહીશું. સાથે જ 50 ટકા અનામતની મર્યાદા પણ હટાવીશું. અમે આ નિર્ણયનું સમર્થન કરીએ છીએ. જાતિ આધારિત વસ્તી ગણતરીને ડિઝાઈન કરવામાં અમારું સરકારને સમર્થન છે. અમારી પાસે બિહાર અને તેલંગાણાના બે ઉદાહરણો છે, જેમાં આસમાન અને જમીનનો ફરક છે. સરકાર જાતિ આધારિત વસ્તી ગણતરીની રીતો જણાવે. સરકાર તારીખ જણાવે કે ક્યારે થશે જાતિ આધારિત વસ્તી ગણતરી.

મહત્ત્વના મુદ્દા

1. વસ્તી ગણતરી એ એક પ્રકારની પ્રક્રિયા છે. જો કે, વસ્તી ગણતરીના ટીકાકારોનું માનવું છે કે, સામાજિક માળખાને સંપૂર્ણ રીતે સમજવા માટે જાતિ આધારિત વસ્તી ગણતરી નિયમિતપણે હાથ ધરવામાં આવવી જોઈએ.

2. આઝાદી પછી થયેલી બધી વસ્તી ગણતરીઓમાં જાતિઓની ગણતરી ક્યારેય કરવામાં આવી નથી.

3. સૌથી પહેલા જાતિ આધારિત વસ્તી ગણતરી સામાજિક- આર્થિક અને જાતિ ગણતરી તરીકે 1931 માં હાથ ધરવામાં આવી હતી. તેનો ઉદ્દેશ દરેક વ્યક્તિને તેનું જાતિનું નામ પૂછવાનું હતો, જેથી સરકાર પુનઃમૂલ્યાંકન કરી શકે કે, કયા જાતિ જૂથો આર્થિક રીતે સૌથી પછાત હતા અને કયા વધુ સારા હતા.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

facebook twitter