+

કાંધલના કાકી અને કુતિયાણના પૂર્વ ધારાસભ્ય ભુરા મુંજા જાડેજાના પત્ની હિરલબા જાડેજાની ધરપકડ, જાણો શું છે મામલો- Gujarat Post

પતિ અને પુત્રને હિરલબાએ તેમના બંગલે ગોંધી રાખ્યાં હોવાના આક્ષેપ કરાયા   વીડિયો દ્વારા પરિવારને બચાવી લો, તેવી અપીલ મહિલાએ કરી હિરલબા તથા હિતેશ ઓડેદરા સહિત અન્ય લોકો વિરુદ્ધ ગુનો નોંધાયો જ

પતિ અને પુત્રને હિરલબાએ તેમના બંગલે ગોંધી રાખ્યાં હોવાના આક્ષેપ કરાયા
 
વીડિયો દ્વારા પરિવારને બચાવી લો, તેવી અપીલ મહિલાએ કરી

હિરલબા તથા હિતેશ ઓડેદરા સહિત અન્ય લોકો વિરુદ્ધ ગુનો નોંધાયો

જામનગરઃ કુતિયાણના પૂર્વ ધારાસભ્ય ભુરા મુંજા જાડેજાના પત્ની અને કાંધલ જાડેજાના કાકી હિરલબા જાડેજાની ધરપકડ કરવામાં આવી છે, હાર્બર મરીન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયા બાદ તેમની ધરપકડ કરવામાં આવી હતી.

મૂળ પોરબંદર જિલ્લાના અને હાલ ઇઝરાયેલ રહેતી મહિલાના વીડિયો બાદ હાર્બર મરીન પોલીસ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી હતી. લીલુ ઓડેદરા નામની મહિલા દ્વારા હિરલબા જાડેજા વિરુધ્ધ આક્ષેપ કરાયા હતા. પૈસાની ઉઘરાણી માટે પતિ અને પુત્રને ગોંધી રાખવામાં આવ્યાં હોવાનો આરોપ છે.

મહિલાએ ફરિયાદમાં જણાવ્યું કે, આરોપીઓએ રાત્રે તેમના ઘરે અજાણ્યા પાંચ શખ્સો મોકલીને પરિવારના સભ્યોનું અપહરણ કર્યું હતું. તેમની દિકરીએ લીધેલા 70 લાખ રુપિયા કઢાવવા હિરલબા જાડેજાના બંગલે લઇ જઇને વીડિયો કોલમાં વાત કરાવી રુપિયા કઢાવવા માટે દબાણ કર્યું હતું. તેમજ જમીન, પ્લોટ, દાગીના આપી દેવા દબાણ કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસે આ કેસમાં વધુ તપાસ હાથ ધરી છે.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

facebook twitter