+

હેડ કોન્સ્ટેબલને નવું વર્ષ ન ફળ્યું: લાંચના છટકામાં ભરાયા, ACBએ રૂ.30,000 રિકવર કર્યા

સુરત: ભ્રષ્ટાચાર સામેની ઝુંબેશમાં એન્ટી કરપ્શન બ્યુરો (ACB) ને વધુ એક સફળતા મળી છે. સુરત જિલ્લાના કડોદરા જી.આઈ.ડી.સી. પોલીસ સ્ટેશન હેઠળની વરેલી બીટમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ શીતલભાઇ નટવરભાઇ પ્રજાપત

સુરત: ભ્રષ્ટાચાર સામેની ઝુંબેશમાં એન્ટી કરપ્શન બ્યુરો (ACB) ને વધુ એક સફળતા મળી છે. સુરત જિલ્લાના કડોદરા જી.આઈ.ડી.સી. પોલીસ સ્ટેશન હેઠળની વરેલી બીટમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ શીતલભાઇ નટવરભાઇ પ્રજાપતિને રૂપિયા 30,000ની લાંચ લેતા રંગેહાથ પકડી પાડવામાં આવ્યાં છે.
 
ફરિયાદ કરનાર જાગૃત નાગરિક અગાઉ દારૂના વ્યવસાય સાથે સંકળાયેલો હતો. પરંતુ હાલમાં તેઓ ધંધો કરતા નથી. તેમ છતાં, આક્ષેપિત હેડ કોન્સ્ટેબલ શીતલભાઇ પ્રજાપતિએ (ઉં.વ. 50) ફરિયાદી પાસે દારૂના ધંધાના નામે રૂપિયા 30,000 ની લાંચની માંગણી કરી હતી.

ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે આ અંગે એ.સી.બી.નો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદને આધારે, 1લી જાન્યુઆરી 2026ના રોજ એ.સી.બી. દ્વારા લાંચના છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું. છટકા દરમિયાન હેડ કોન્સ્ટેબલ શીતલભાઇએ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરીને લાંચની રકમ સ્વીકારી હતી. લાંચની રકમ સ્વીકારતા જ એ.સી.બી.ની ટીમે તેમને સ્થળ પરથી દબોચી લીધા હતા અને રૂપિયા 30,000 ની પૂરેપૂરી રકમ રિકવર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ટ્રેપીંગ અધિકારી:  બી.ડી.રાઠવા, પો.ઇન્સ., નવસારી એ.સી.બી. પો.સ્ટે. તથા એ.સી.બી. સ્ટાફ
 
સુપર વિઝન અધિકારીઃ આર.આર.ચૌધરી, મદદનીશ નિયામક, એ.સી.બી. સુરત એકમ, સુરત
 
ઇન્ચાર્જ અધિકારી: બળદેવ દેસાઇ IPS, નાયબ નિયામક, વડોદરા રેન્જ

facebook twitter