+

સુરત રેલવે સ્ટેશન પર પેસેન્જર્સનું કિડીયારું ઉભરાયું, એકને હાર્ટએટેક, ત્રણ મૂર્છિત- Gujarat Post

સુરતઃ દિવાળીને લઈ સુરતમાં રહેતા પરપ્રાંતીયોએ વતન જવા રેલવે સ્ટેશન પર ઉમટી પડ્યાં છે. જેને લઈને રેલવે સ્ટેશન પર કીડીયારું ઉભરાયું હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. દરમિયાન કેટલાક લોકોની તબિયત પણ લથડી હતી, એ

સુરતઃ દિવાળીને લઈ સુરતમાં રહેતા પરપ્રાંતીયોએ વતન જવા રેલવે સ્ટેશન પર ઉમટી પડ્યાં છે. જેને લઈને રેલવે સ્ટેશન પર કીડીયારું ઉભરાયું હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. દરમિયાન કેટલાક લોકોની તબિયત પણ લથડી હતી, એક વ્યક્તિને હૃદયરોગનો હુમલો આવ્યો હતો. જેથી તેને તાત્કાલિક પોલીસ દ્વારા સીપીઆર આપવામાં આવ્યું હતુ. બાદમાં તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

સુરતમાં મોટી સંખ્યામાં ઉત્તરપ્રદેશ, બિહારના શ્રમિકો રહે છે. જેઓ તહેવાર ઉજવવા માદરે વતન જાય છે. સુરતથી ઉત્તર ભારત જતી બધી ટ્રેનો હાઉસફૂલ છે, મુસાફરોને કાબૂમાં લેવા મોટી સંખ્યામાં પોલીસ કાફલો તહેનાત કરવામાં આવ્યો છે.

બીજી તરફ સુરતમાં હાર્ટએટેકથી મોતનો સિલસિલો યથાવત છે. 45 વર્ષીય વ્યક્તિને હાર્ટ અટેક આવતાં તેમનું નિધન થયું હતું. પુરષોત્તમ પાંડેને અચાનક છાતીમાં દુઃખાવો ઉપડતાં તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યાં હતા. સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. તહેવાર પર જ મોત થતાં પરિવારજનોએ હૈયાફાટ રૂદન કર્યું હતું.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

facebook twitter