સુરતઃ આરટીઓ ઇન્સ્પેક્ટર અને તેની પત્ની વચ્ચે તકરાર થઇ હતી. પરંતુ એ તકરારનું કારણ સામાન્ય ન હતું. પરંતુ આ ઘટનામાં પતિનું અન્ય મહિલા સાથે અફેર પત્નીએ પકડ્યુ હોવાની માહિતી સામે આવી છે. આ કિસ્સો સામે આવતા પત્નીએ ભારે બબાલ કરી હતી અને પોલીસ સાથે પહોંચી પત્નીએ પતિને અન્ય મહિલાના ઘરેથી પકડ્યા હતા.
સુરતમાં સરકારી બાબુને પોતાની પત્નીએ રંગરેલિયા મનાવતા રંગે હાથ ઝડપી પાડ્યો હતો. જે બાદ પત્નીએ ભારે હોબાળો મચાવ્યો હતો અને ટીવીની સીરિયલમાં આવતા મનોરંજન જેવો ઘાટ સર્જાયો હતો.તેમજ આ સમગ્ર ઘટનાનો પત્નીએ પતિનો વીડિયો બનાવી વાયરલ કર્યો હતો. ત્યારે અન્ય મહિલા સાથે પતિ ઝડપાવાના મુદ્દે પતિ-પત્ની વચ્ચેનો ઝઘડો ઉમરા પોલીસ મથકે પહોચ્યો હતો. જેમાં વિવિધ બાબતો સામે આવી હતી. આ ઘટનામાં પતિ અન્ય મહિલા સાથે રહેતો હોવાનો પણ પત્નીએ આરોપ લગાવ્યો છે.
આ મહિલાએ જણાવ્યું હતું કે મારા પતિ આરટીઓ ઇન્સ્પેક્ટર છે. મે તેમને પોલીસને મારા જોડે રાખીને અન્ય મહિલા સાથે રંગે હાથ પકડ્યા હતા. મારી માંગણી છે કે મને પૂરતો ન્યાય મળે અને છેલ્લા એક વર્ષથી મારા પતિએ મને મારા બાળક સાથે કાઢી મુકી હતી અને મારે તેમની સામે એટ્રોસીટીનો કેસ કરવો છે. મારા સાસુ અને સસરાએ મને માર માર્યો છે, ત્યારે આ બાબતે હું ન્યાયની માંગણી કરું છું.
— jaydeep shah (@jaydeepvtv) January 9, 2025
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/