+

હવે થશે જોવા જેવી ! પ્રતાપ દુધાતે કહ્યું સુરતમાં ગદ્દાર નીલેશ કુંભાણી રહેશે કે પછી હું રહીશ - Gujarat Post

સુરત: કોંગ્રેસના નિલેશ કુંભાણી ફોર્મ રદ થયા બાદથી ગાયબ છે અને તેમનો હજુ સુધી કોઈ સંપર્ક થયો નથી. કુંભાણીએ કોંગ્રેસ સાથે ગદ્દારી કરીને ભાજપમાં જવાનો પ્લાન બનાવ્યો હોવાની ચર્ચાઓ વચ્ચે કોંગ્રેસના કાર્યકર

સુરત: કોંગ્રેસના નિલેશ કુંભાણી ફોર્મ રદ થયા બાદથી ગાયબ છે અને તેમનો હજુ સુધી કોઈ સંપર્ક થયો નથી. કુંભાણીએ કોંગ્રેસ સાથે ગદ્દારી કરીને ભાજપમાં જવાનો પ્લાન બનાવ્યો હોવાની ચર્ચાઓ વચ્ચે કોંગ્રેસના કાર્યકરો-નેતાઓમાં જોરદાર રોષ જોવા મળી રહ્યો છે. અમરેલી જિલ્લાના કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દૂધાતે નિલેશ કુંભાણીને ગદ્દાર ગણાવીને કહ્યું હતું કે 'હું છેલ્લાં શ્વાસ સુધી નિલેશ કુંભાણીને છોડવાનો નથી. હવે સુરતમાં કાં તો એ રહેશે કાં તો હું રહીશ. તેણે જ્યાં છુપાવું હોય ત્યાં છુપાઈ જાય. સી.આર.પાટીલના ઘરે જતા રહેવું હોય તો જતા રહે. હું તેનો સ્મશાન સુધી પીછો કરીશ.'

પ્રતાપ દુધાતે (Pratap Dudhat) વધુમાં કહ્યું કે 'નિલેશ કુંભાણી (Nilesh Kumbhani)એ પીઠમાં ખંજર માર્યું છે અને કુંભાણીના કારણે જ કોંગ્રેસે સુરતની બેઠક ગુમાવી છે.' ઉપરાંત અમરેલી કોંગ્રેસ પ્રમુખે નિલેશ કુંભાણીની ભાજપમાં જોડાવાની વાત પર જણાવ્યું કે 'જો નિલેશ કુંભાણી ભાજપમાં જોડાશે તો તેનો વિરોધ થશે.' આ મામલે પ્રતાપ દુધાતે હાઈકોર્ટમાં જવાની ચીમકી પણ ઉચ્ચારી હતી.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

ગઈકાલે કોંગ્રેસના કેટલાક કાર્યકરો નિલેશ કુંભાણીના ઘરે પહોંચીને 'જનતાનો ગદ્દાર, લોકશાહીનો હત્યારો' તેવા બેનર લઈને દેખાવ કર્યો હતો. સુરત લોકસભામાં કોંગ્રેસે નિલેશ કુંભાણીને ઉમેદવાર તરીકે જાહેર કર્યાં હતા. ત્યારબાદ નાટકીય રીતે નિલેશ કુંભાનીના ટેકેદારો ગાયબ થઈ ગયા હતા. જેને કારણે નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયું હતું. ત્યારબાદ ગણતરીના કલાકોમાં અન્ય આઠ ઉમેદવારોએ પણ પોતાનું ફોર્મ પર ખેંચી લેતા ભાજપ (BJP)ના મુકેશ દલાલ (Mukesh Dalal) બિનહરીફ વિજેતા જાહેર થયા હતા.

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

Trending :
facebook twitter