સુરતઃ એસીબીએ DGVCL ના કર્મચારીઓ સામે કાર્યવાહી કરી છે, આ લાંચિયા કર્મચારીઓએ કોમર્શિયલ વીજ કનેક્શન માટે 70 હજાર રૂપિયાની લાંચ માંગી હતી. ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી ACBનો સંપર્ક કર્યો હતો. ફરિયાદને આધારે ગોઠવાયેલી ટ્રેપમાં બે કર્મચારીઓ લાંચ લેતા રંગેહાથ ઝડપાઇ ગયા હતા.
દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડના બે કર્મચારીઓ લાંચ લેતા ઝડપાયા છે. ACBએ ગોઠવેલી ટ્રેપમાં સિનિયર ક્લાર્ક સંતોષ સોનવણે અને લેબર કોન્ટ્રાક્ટર ભરત સાવલીયા લાંચની રકમ સ્વીકારતા ઝડપાયા હતા.
જો તમારી પાસે પણ કોઇ સરકારી બાબુ લાંચ માંગે છે તો તમે પણ નજીકના એસીબી પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી શકો છો અથવા તો એસીબીના ટોલ ફ્રી નંબર 1064 પર સંપર્ક કરીને ફરિયાદ આપી શકો છો.