જગદીશ વિશ્વકર્માની નવી ટીમની સત્તાવાર જાહેરાત, ઉપપ્રમુખ, મહામંત્રી, મંત્રી સહિતના પદો માટે આ લોકોની પસંદગી

10:07 AM Dec 28, 2025 | gujaratpost

ગાંધીનગરઃ ગુજરાત પ્રદેશ ભાજપ સંગઠનની જાહેરાત કરવામાં આવી છે. ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માની નવી ટીમની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આગામી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને 10 ઉપપ્રમુખ, 4 મહામંત્રી અને 10 મંત્રીઓના નામો નક્કિ થઇ ગયા છે. 

અનિરુધ્ધ દવે, પ્રશાંત કોરાટ, અજય બ્રહ્મભટ્ટ અને હિતેન્દ્રસિંહ ચૌહાણને મહામંત્રી બનાવાયા છે. મુખ્ય પ્રવક્તા તરીકે ડૉ.અનિલ પટેલની નિમણૂંક કરવામાં આવી છે. વડોદરાના સાંસદ હેમાંગ જોશીને યુવા મોરચાના પ્રમુખની જવાબદારી સોંપવામાં આવી છે. 

ટીમની રચનામાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત તમામ ઝોનનું સંતુલન જાળવાયુ છે. પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માની નવી ટીમમાં મજબૂત નેતાઓનું વિસ્તરણ કરવામાં આવ્યું છે.

મીડિયા ઈન્ચાર્જ તરીકે પ્રશાંત વાળાને જવાબદાર સોંપાઇ છે. ડો. પરિન્દુ ભગત કોષાધ્યક્ષ, મોહન કુંડારીયાને સહકોષાધ્યક્ષ બનાવાયા છે. સાથે જ કિસાન મોરચા, મહિલા મોરચા, એસસી-એસટી, ઓબીસી અને અલ્પસંખ્યક મોરચાના પ્રદેશ પ્રમુખોની પણ જાહેરાત કરાઈ છે.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++