+

પતિ, પત્ની અને વો...દિયરની હત્યા માટે ભાભીએ 2 લાખ રૂપિયાની સોપારી આપી, ચારની ધરપકડ

સાબરકાંઠાઃ જિલ્લામાંથી સંબંધોને શરમજનક બનાવતો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પતિ, પત્ની અને વો ના એક કેસમાં પત્નીએ તેના પ્રેમી સાથે મળીને પોતાના જ દિયરની હત્યા કરી દીધી હતી. પ્રાંતિજ તાલુકાના સડોલિયા ગ

સાબરકાંઠાઃ જિલ્લામાંથી સંબંધોને શરમજનક બનાવતો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પતિ, પત્ની અને વો ના એક કેસમાં પત્નીએ તેના પ્રેમી સાથે મળીને પોતાના જ દિયરની હત્યા કરી દીધી હતી. પ્રાંતિજ તાલુકાના સડોલિયા ગામમાં બનેલી આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં સનસનાટી મચાવી દીધી છે. પોલીસે થોડા કલાકોમાં જ પત્ની અને તેના પ્રેમી સહિત ચાર આરોપીઓની ધરપકડ કરી લીધી છે. 

સામાન્ય રીતે આવા કિસ્સાઓમાં પતિ-પત્નીમાંથી કોઈ એકની હત્યાના સમાચાર તેમના વચ્ચેના ઝઘડાનું પરિણામ હોય છે, પરંતુ આ વખતે કેસ અલગ જ નીકળ્યો. અહીં પત્નીએ તેના દિયરને મારી નાખવાનું કાવતરું રચ્યું હતું. પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે મૃતક વિષ્ણુ સિંહને શંકા હતી કે તેની ભાભી કોકિલાબેન અને તે જ ગામના દૌલત સિંહ વચ્ચે અફેર હતું. તેના કારણે ઘરમાં વારંવાર ઝઘડા થતા હતા. વિષ્ણુ સિંહ આ સંબંધનો વિરોધ કરતા હતા. તેના કારણે કોકિલાબેનને હત્યા કરવાનું કાવતરું ઘડ્યું હતું. 

ભાભીએ તેના દિયરની હત્યા કરાવી 

પોલીસના જણાવ્યાં અનુસાર, કોકિલાબેને તેના પ્રેમી દૌલત સિંહને બે લાખ રૂપિયાની સોપારી આપી હતી. ત્યાર બાદ દૌલત સિંહે આ સોપારી ગામના વિક્રમ સિંહ અને રમેશ સિંહને સોંપી દીધી હતી. ત્રણેયે સાથે મળીને વિષ્ણુ સિંહની હત્યા કરવાનો સંપૂર્ણ પ્લાન ઘડ્યો હતો. આરોપીઓએ લગ્ન માટે છોકરી બતાવવાના બહાને વિષ્ણુ સિંહને બોલાવ્યો અને પછી તેનું અપહરણ કર્યું. આરોપીઓએ વિષ્ણુ સિંહનું ગળું દબાવીને હત્યા કરી દીધી હતી. હત્યા બાદ મૃતદેહને પ્રાંતિજના કાલીપુરાથી લવારી ગામ તરફ જતા રસ્તા પર ફેંકી દીધો હતો.

પોલીસે આરોપીની ધરપકડ કરી

જ્યારે પોલીસને રસ્તાના કિનારે એક લાશ પડી હોવાની માહિતી મળી, ત્યારે એક ટીમ ઘટના સ્થળે પહોંચી અને તપાસ શરૂ કરી હતી. મૃતકની ઓળખ વિષ્ણુ સિંહ મકવાણા તરીકે થઈ હતી, જે સડોલીયા ગામના રહેવાસી હતા. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો હતો, જ્યાં રિપોર્ટમાં પુષ્ટિ મળી હતી કે તેનું મૃત્યુ ગળું દબાવવાથી થયું હતું. આ ચોંકાવનારી હત્યા બાદ, મૃતકના ભાઈએ તેની પત્ની કોકિલાબેન અને તેના પ્રેમી દૌલત સિંહ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પ્રાંતીજ પોલીસે કાર્યવાહી કરીને કલાકોમાં જ ચારેય આરોપીઓની ધરપકડ કરી લીધી હતી. પોલીસ હવે આ કેસની વધુ તપાસ હાથધરી છે.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

facebook twitter