હવે ઉજ્જૈનમાં પણ યોગી સરકાર જેવો આદેશ, દુકાનદારોએ તેમના નામ સાથે આ લખવું પડશે, મેયરે મુસ્લિમો વિશે કહી આ વાત

10:40 AM Jul 21, 2024 | gujaratpost

ભોપાલઃ હવે યુપી સરકાર જેવો આદેશ મધ્યપ્રદેશમાં પણ જારી કરવામાં આવ્યો છે. ભાજપ શાસિત ઉજ્જૈન મ્યુનિસિપલ કોર્પોરેશને દુકાનદારોને તેમના નામ અને મોબાઈલ નંબર દુકાન બહાર લગાવવાનો નિર્દેશ આપ્યો છે.

યુપીની જેમ દુકાનની બહાર નામ લખવાનું રહેશે

આ નિર્દેશ ઉત્તર પ્રદેશની ભાજપ સરકાર દ્વારા કાવળ યાત્રા રૂટ પર સ્થિત ભોજનાલયો માટે સમાન આદેશ પછી આવ્યો છે. ઉજ્જૈનના મેયર મુકેશ તટવાલે જણાવ્યું કે ઉજ્જૈન મેયર કાઉન્સિલે 26 સપ્ટેમ્બર 2002ના રોજ દુકાનદારોના નામ દર્શાવવાના પ્રસ્તાવને મંજૂરી આપી હતી, ત્યારબાદ કોર્પોરેશન હાઉસે તેને મંજૂરી આપી હતી, બાદમાં વાંધાઓ અને ઔપચારિકતાઓ દૂર કરવામાં આવી હતી, આ માટે રાજ્ય સરકારને મોકલવામાં આવ્યો હતો, જે હવે અમલમાં મૂકવામાં આવ્યો છે.

નહીંતર આ દંડ વસૂલવામાં આવશે

ઉજ્જૈનના મેયર મુકેશ તટવાલે શનિવારે જણાવ્યું કે ઉલ્લંઘન કરનારાઓને પ્રથમ ગુના માટે રૂ. 2,000 અને બીજી વખત આદેશનો અનાદર કરવા બદલ રૂ. 5,000નો દંડ ભરવો પડશે.

મુસ્લિમ દુકાનદારોને નિશાન બનાવવામાં આવી રહ્યાં નથી

મેયરે કહ્યું કે આ આદેશનો હેતુ સુરક્ષા અને પારદર્શિતા સુનિશ્ચિત કરવાનો છે અને મુસ્લિમ દુકાનદારોને નિશાન બનાવવાનો નથી. ઉજ્જૈન મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવનું વતન પવિત્ર મહાકાલ મંદિર માટે જાણીતું છે, જે વિશ્વભરના ભક્તોને આકર્ષે છે, ખાસ કરીને સોમવારથી શરૂ થતા સાવન મહિનામાં.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526