(પ્રતિકાત્મક ફોટો)
ભૂજઃ ગાંધીધામ સંકુલમાં આવેલી પાંચ જાણીતી ટીમ્બર પેઢીમાં ડિરેકટોરેટ જનરલ ઓફ જીએસટી ઇન્ટેલિજન્સે (ડીજીજીઆઇ)દરોડા પાડીને 37 કરોડ રૂપિયાના જીએસટી ચોરીના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે.
અમદાવાદ ડીજીજીઆઇની ટીમને બાતમી મળી હતી, પાંચ પેઢીઓ વિદેશથી લાકડાં આયાત કરીને તેનું બિલ વગર રોકડમાં વેચાણ કરતી હતી, જેને આધારે દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં પ્રાથમિક દ્રષ્ટિએ 37 કરોડ રૂપિયાની જીએસટી ચોરી મળી છે.તેમજ એક પેઢીના માલિકના ઘરમાંથી કરોડ રૂપિયાની રોકડ રકમ પણ મળી આવી છે.
સરકારી તિજોરીને નુકસાન પહોંચાડવાના આ પ્રકરણમાં ડીજીજીઆઇએ પેઢીના સંચાલકોના મોબાઇલ અને લેપટોપના ડીજીટલ ડેટા નેશનલ ફોરેન્સિક સાયન્સમાં વધુ ચકાસણી માટે મોકલી આપ્યાં છે અને હજુ પણ ટેક્સ ચોરીનો આંકડો વધી શકે છે.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/