કોહલી બાદ કપ્તાન રોહિતે પણ T- 20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની કરી જાહેરાત

12:42 PM Jun 30, 2024 | gujaratpost

Rohit Sharma Announced Retirement From T20I: કેપ્ટન રોહિતે T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની જાહેર કરી છે. T20 વર્લ્ડ કપ જીત્યા બાદ વિરાટ કોહલી (T20I માંથી વિરાટ કોહલી નિવૃત્તિ) ની જેમ ભારતીય કેપ્ટન રોહિત શર્માએ T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટને એમ કહીને અલવિદા કહ્યું કે આ વિદાય લેવાનો યોગ્ય સમય છે. દક્ષિણ આફ્રિકા સામેની ફાઇનલમાં 7 રનથી મળેલી જીત બાદ કોહલીએ પણ આ ફોર્મેટમાંથી સંન્યાસ લીધો હતો.

રોહિતે મેચ બાદ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું

આ મારી છેલ્લી મેચ હતી અને વિદાય લેવાનો આ યોગ્ય સમય છે. હું કોઈપણ ભોગે ટાઈટલ જીતવા માંગતો હતો. તેને શબ્દોમાં સમજાવી શકાતું નથી. ખુશી છે કે અમે આ વખતે જીતી શક્યાં.

રોહિત 2022 T20 વર્લ્ડકપમાં પણ કેપ્ટન હતો, જ્યારે ભારત સેમિફાઇનલમાં ઇંગ્લેન્ડ સામે હરાવ્યું હતું. એક વર્ષ પછી, 50 ઓવરના વર્લ્ડ કપમાં રોહિતની કપ્તાનીવાળી ભારતીય ટીમ ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે હારી ગઈ હતી. રોહિતે T-20 ક્રિકેટમાં 159 મેચો રમી અને 4231 રન બનાવ્યાં જેમાં પાંચ સદી અને 32 અડધી સદી સામેલ છે. તે ટેસ્ટ અને વનડે રમવાનું ચાલુ રાખશે.

રોહિત શર્માના નામે T20 ઈન્ટરનેશનલમાં 5 સદી અને 32 અડધી સદી છે. રોહિત શર્મા એ ટીમનો ભાગ હતો જેણે 2007માં T20 વર્લ્ડ કપ જીત્યો હતો. રોહિત એકમાત્ર એવો ભારતીય ખેલાડી છે જેણે ભારત માટે બે T20 વર્લ્ડ કપ જીત્યા છે. આ સિવાય રોહિત શર્મા વિશ્વનો એકમાત્ર એવો ક્રિકેટર છે જેણે એક ખેલાડી તરીકે અને પછી કેપ્ટન તરીકે T20 વર્લ્ડ કપ જીત્યો છે.

ભારતીય કપ્તાન રોહિત શર્માએ આ ફોર્મેટના બીજા વર્લ્ડ કપમાં ટીમની કેપ્ટનશીપ કર્યાં બાદ T-20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી હતી. 37 વર્ષીય ખેલાડીએ 2022 T- 20 વર્લ્ડકપમાં ભારતનું નેતૃત્વ કર્યું હતું. જ્યાં ટીમ સેમીફાઈનલમાં અંતિમ ચેમ્પિયન ઈંગ્લેન્ડ સામે હારી ગઈ હતી. એક વર્ષ પછી તેમના નેતૃત્વ હેઠળ ભારત ઘરની ધરતી પર 50-ઓવરના વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચ્યું, પરંતુ અમદાવાદમાં ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે હારી ગયું હતું.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526