+

લંડનના હેરોની ચૂંટણીમાં મૂળ ગુજરાતના ડાકોરના રંગદત્ત જોષીનો દબદબો, મંદિરોના મહંતોએ વોટ આપવા કરી અપીલ

ગુજરાતનો લંડનના હેરોમાં ડંકો, રંગદત્ત જોષી લેબર પાર્ટીના ઉમેદવાર   મૂળ ડાકોરના રંગદત્ત જોષીએ લંડનના હેરોની ચૂંટણીમાં ઝંપલાવ્યું ગુજરાતી વિદ્યાર્થીઓ અને અન્ય ગુજરાતીઓ લોકોને મદદરૂપ થાય છે જોષ

ગુજરાતનો લંડનના હેરોમાં ડંકો, રંગદત્ત જોષી લેબર પાર્ટીના ઉમેદવાર
 
મૂળ ડાકોરના રંગદત્ત જોષીએ લંડનના હેરોની ચૂંટણીમાં ઝંપલાવ્યું

ગુજરાતી વિદ્યાર્થીઓ અને અન્ય ગુજરાતીઓ લોકોને મદદરૂપ થાય છે જોષી પરિવાર 
 
ગુજરાતીઓને લગતા અનેક મુદ્દાઓની સરકારમાં રજૂઆત કરે છે રંગદત્ત જોષી

લંડનઃ અનેક એવા ગુજરાતીઓ છે કે જેઓ વિદેશમાં જઇને ગુજરાતનું નામ રોશન કરે છે અને એવા જ એક છે રંગદત્ત જોષી કે તેઓ લંડનના હેરોમાં રહે છે અને સમાજ સેવા સાથે જોડાયેલા છે, રંગદત્ત જોષી અને હરિદત્ત જોષી બંને ભાઇઓ વર્ષોથી અહીં ગુજરાતીઓને મદદ કરતા આવ્યાં છે, વિદ્યાર્થીઓ હોય કે અન્ય કોઇ લોકો, જેઓ લંડનમાં કોઇ મુશ્કેલીમાં હોય છે તો તેઓને આ પરિવાર મદદ કરે છે. સાથે જ અનેક મંદિરો અને સંસ્થાઓ સાથે પણ તેઓ જોડાયેલા છે. 

રંગદત્ત જોષી હેરોની લોકલ કાઉન્સિલિંગની ચૂંટણીમાં લેબર પાર્ટીના ઉમેદવાર છે અને આગામી 7 તારીખે અહીં મતદાન થવાનું છે, તેમનો ઉદ્દેશ અહીં રહેતા ગુજરાતીઓ અને ભારતીયોને મદદ કરવાનો અને તેમની સમસ્યાઓ અને અવાજ સરકાર સુધી પહોંચાડવાનો છે.

લોકલ કાઉન્સિલિંગની ચૂંટણીમાં લેબર પાર્ટીમાંથી ઉભા છે જોષી

લંડનના હેરોમાં રંગદત્ત જોષીને ચૂંટણી જીતાડવા ગુજરાતીઓને અપીલ 

રંગદત્ત જોષીને વોટ આપવા માટે સ્વામીનારાયણ સંપ્રદાય સહિત અનેક મંદિરોના મહંતોએ અપીલ કરી છે, સાથે જ ઘણા ફિલ્મ સ્ટાર અને લંડનની જાણીતી હસ્તીઓએ તેમને મત આપવા અપીલ કરી છે, અહીં રહેલા ગુજરાતીઓ પણ તેમની સાથે દેખાય છે, ત્યારે આગામી 7 તારીખે હેરોની ચૂંટણીમાં રંગદત્ત જોષીને જીતાડવા માટે ગુજરાતમાં રહેતા તેમના હિતેચ્છુઓએ પણ અપીલ કરી છે. રંગદત્ત જોષીએ પણ ગુજરાત પોસ્ટ ન્યૂઝ સાથેની વાતચીતમાં આ ચૂંટણી જીતવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.

 

 

facebook twitter