+

સુરત SBI લૂંટકાંડમાં હજુ બીજા આરોપીઓની શોધખોળ, ક્રાઈમ બ્રાન્ચે UPના ગોંડાથી મુખ્ય સૂત્રધાર સહિત બેને દબોચ્યાં છે

ફિલ્મી ઢબે ઓપરેશન પાર પાડ્યું સુરત લાવ્યાં બાદ વધુ ખુલાસા થઈ શકે છે સુરતઃ SBI માં થયેલી 50 લાખ રૂપિયાની સનસનીખેજ લૂંટના આરોપીઓને પકડવામાં સુરત ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. પોલીસે

  • ફિલ્મી ઢબે ઓપરેશન પાર પાડ્યું
  • સુરત લાવ્યાં બાદ વધુ ખુલાસા થઈ શકે છે

સુરતઃ SBI માં થયેલી 50 લાખ રૂપિયાની સનસનીખેજ લૂંટના આરોપીઓને પકડવામાં સુરત ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. પોલીસે ઉત્તર પ્રદેશના ગોંડા ખાતેથી મુખ્ય આરોપી શુભમસિંહ અને તેને આશરો આપનાર તેના મિત્ર વિકાસસિંહની ધરપકડ કરી છે. ક્રાઈમ બ્રાન્ચની ટીમે આ ઓપરેશન અત્યંત ગુપ્ત અને ફિલ્મી સ્ટાઈલમાં પૂર્ણ કર્યું હતું. હજુ અન્ય આરોપીઓની પણ શોધખોળ થઇ રહી છે.

લૂંટ બાદ શુભમ રાયબરેલી ભાગી ગયો હતો. પોલીસ તેની તપાસમાં રાયબરેલી સ્થિત એક જૂતાની દુકાને ગ્રાહક બનીને પહોંચી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે શુભમનો મિત્ર વિકાસ તેને અયોધ્યાના એક આશ્રમમાં મહંત પાસે છુપાવવા લઈ ગયો હતો. પોલીસે ગોંડા સુધી પીછો કરીને આખરે બંનેને દબોચી લીધા હતા.

કોર્ટે બંને આરોપીઓના 3 દિવસના ટ્રાન્ઝિટ રિમાન્ડ મંજૂર કર્યા છે, જેના આધારે પોલીસ તેમને લઈને સુરત આવવા રવાના થઈ છે. સુરત આવ્યાં બાદ વધુ ચોંકાવનારા ખુલાસા થઈ શકે છે. અત્યાર સુધીની પોલીસ તપાસમાં લૂંટારૂઓની ચાલાકીના અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે. જે મુજબ લૂંટ પૂર્વે આરોપીઓ રાંદેરના ઉગત ગામમાં ભરવાડ વાસ પાસે ભાડે રહેતા હતા.

આરોપીઓએ રૂમ ભાડે રાખવા માટે જે આધાર કાર્ડ આપ્યાં હતા તે નકલી હોવાનું બહાર આવ્યું છે. તેઓ લૂંટના 10 દિવસ પહેલા જ રૂમ ખાલી કરીને ગાયબ થઈ ગયા હતા. લૂંટ દરમિયાન તેમની વાતચીતની શૈલી પરથી તેઓ ઉત્તર પ્રદેશના હોવાની શંકા ગઈ હતી. પોલીસે સીસીટીવી ફૂટેજ અને મોબાઈલ ટાવર ડેટાના ટેકનિકલ એનાલિસિસ દ્વારા તેમનું લોકેશન ટ્રેસ કર્યું હતું. 

facebook twitter