અમદાવાદઃ ફરીયાદીના રહેણાક મકાનનો દસ્તાવેજ કરવાનો હોવાથી આરોપી આકાશ અમૃતભાઇ દેસાઇ, હોદ્દો- સબ રજીસ્ટ્રાર દ્વારા પહેલા ક્ષતિ કાઢવામાં આવી હતી. ત્યાર બાદ તેઓના કચેરીના આરોપી જય બળદેવભાઇ આદિવાસી, હોદ્દો-સીક્કા ઓપરેટર-સ્ટેમ્પીંગ (કરાર આધારિત દ્વારા ફરીયાદીને વોટસઅપ કોલ કરીને તમારું દસ્તાવેજનું કામ થઇ જશે તમારે કલેકટર કચેરી ખાતેથી કલમ-73 (એએ)ના સર્ટી લાવવાની જરૂર નથી. તેમ કહ્યું હતુ.
સબ રજીસ્ટ્રાર કચેરી નરોડા- 6 માં ઓપરેટર તરીકે કામ કરતા આરોપી જય બળદેવભાઇ આદિવાસી અને તથા રાહીલ શૈખ, હોદ્દો- સર્ચ ઓપરેટર, કરાર આધારીતને ફરીયાદી મળ્યાં હતા અને ફરીયાદીને ટોકન અનલોક કરવા માટે રાહીલ શૈખે તેના મિત્રના ક્યુઆરથી ઓનલાઇન રૂ.35 હજાર ફરીયાદી પાસેથી મેળવ્યાં હતા અને આરોપી આકાશના કહેવાથી આરોપી જય અને રાહીલ દ્વારા રૂ.2,50,000 માગણી કરી હતી.
પરંતુ ફરીયાદી લાંચના નાણાં આરોપીઓને આપવા માંગતા ન હોવાથી એ.સી.બી.નો સંપર્ક કરતાં લાંચના છટકાનું આયોજન કરાયું હતુ, જેમાં આરોપી જય સાથે ફરીયાદીએ હેતુલક્ષી વાતચીત કરીને આકાશ, જય અને નરેન્દ્ર ઉર્ફે સોનુ રામકરણ બોહરા, (પ્રજાજન) ના મેળાપીપણાથી સ્થળ ઉપર લાંચના નાણાં સ્વીકારતા પકડાઇ ગયા હતા.
ટ્રેપીંગ અધિકારી: ડી.બી.મહેતા, પોલીસ ઇન્સ્પેકટર, ફિલ્ડ-3(ઇન્ટે. વિંગ), એ.સી.બી.
અમદાવાદ તથા એ.સી.બી. સ્ટાફ મદદમાં: પી.એન.ખોખરા, પોલીસ ઇન્સ્પેકટર, ફિલ્ડ-૩(ઇન્ટે. વિંગ), એ.સી.બી. અમદાવાદ
સુપરવિઝન અધિકારી : એ.વી.પટેલ, મદદનિશ નિયામક , ફિલ્ડ-3(ઇન્ટે. વિંગ), એ.સી.બી. અમદાવાદ.