રાજકોટઃ શહેરમાં બે સગા ભાઈઓની હત્યા થઇ ગઇ છે. વિકી જૈન અને અમિત જૈન નામના બે યુવકોની હત્યા કરી દેવામાં આવી છે. સંત કબીર રોડ પાસે આવેલા આર્યનગરમાં આ ઘટના બની છે. તીક્ષ્ણ હથિયારોથી બંને ભાઈઓની હત્યા કરવામાં આવી છે. છોટુ નામના શખ્સે બંને ભાઈઓનું ઢીમ ઢાળી નાખ્યું છે, બંને ભાઈઓ અને હત્યારો એક જ રૂમમાં રહેતા હતા. હત્યાને અંજામ આપ્યા બાદ આરોપી ફરાર થઇ ગયો છે.
બે સગા ભાઈઓની હત્યાથી સનસની મચી ગઇ
સોમવારે રાત્રે શહેરના સંત કબીર રોડ પર રહેતા બે સગા ભાઈઓ અમિત જૈન અને વિક્કી જૈન પર છરીથી હુમલો કરાયો હતો. જેમાં બંને યુવાનોના પેટ અને શરીરના અન્ય ભાગોમાં છરીના ઘા કરવામાં આવ્યા હતા. જેના કારણે એક ભાઈ લોહીલુહાણ હાલતમાં ત્યાં પડી ગયો હતો અને બીજા ભાઈને ગંભીર હાલતમાં 108 એમ્બ્યુલન્સમાં લઈ જવામાં આવ્યો હતો,જો કે, બીજા ભાઈનું પણ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતુ.
કયા કારણથી હત્યા થઈ તે દિશામાં પોલીસની તપાસ
જાગૃત નાગરિકે જાણ કરતા 108ની ટીમ સ્થળ પર પહોંચી હતી અને અમિત તથા વિકીને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયાં હતા, જેમાં વિકી જૈનનું મોત નીપજ્યું હતું, જ્યારે અમિતને તાત્કાલિક ઓપરેશન થિયેટરમાં ખસેડવામાં આવ્યો હતો, પરંતુ તેને બચાવી શક્યો ન હતો. પોલીસે આ કેસની વધુ તપાસ હાથ ધરી છે.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/