રાજકોટઃ લોકસભા બેઠકના (rajkot lok sabha seat) ભાજપના ઉમેદવાર (bjp candidate) પરસોત્તમ રૂપાલાએ (Prashottam Rupala) ક્ષત્રિય સમાજ સામે અભદ્ર ટિપ્પણી કરી હતી. તેથી ક્ષત્રિય સમાજના લોકોમાં રોષ ફેલાયો છે, ક્ષત્રિયોએ રૂપાલાની ટિકિટ રદ કરવા માંગણી કરી હતી, પરંતુ ભાજપે રૂપાલાની ટિકિટ રદ કરી ન હતી, જેના પગલે હવે ક્ષત્રિય સમાજના લોકોએ ભાજપનો વિરોધ શરૂ કરી દીધો છે.
રાજકોટમાં ક્ષત્રિય સમાજને પરસોત્તમ રૂપાલાએ ફરી અપીલ કરી છે. તેમણે કહ્યું, હું ક્ષત્રિય સમાજની સમજદારી માટે વંદન કરૂ છું, તેમને ધન્યવાદ આપું છું. ક્ષત્રિય સમાજના આગેવાનોને વિનંતી કરવી છે કે ભૂલ મેં કરી હતી તેની મેં જાહેરમાં માફી માગી હતી. ક્ષત્રિય સમાજને મારે કહેવું છે મોદી સાહેબ સામે વિરોધ શું કામ કરો છો ? તેમનું યોગદાન યાદ કરો. નરેન્દ્રભાઈ જેવા પ્રધાનમંત્રી જે 18 કલાક દેશ માટે કામ કરતા હોય, તેમના કેટલા એવા સાથીઓ છે, જે ક્ષત્રિયો છે. મોદી સાહેબની સામે ક્ષત્રિય સમાજને ઉભો કરી દેવો તે ખોટું છે, હું સમાજને વિનંતી કરૂ છું. મોદી સાહેબ સામેના આક્રોશને શાંત પાડો.
બીજી તરફ ઠેર ઠેર ક્ષત્રિય સમાજ કેસરિયો બતાવીને વિરોધ કરી રહ્યો છે, ભાજપની વિરુદ્ધમાં મતદાન થાય તે માટે તમામ પ્રયાસ શરૂ કરી દેવામાં આવ્યાં છે. ક્ષત્રિયોના ડરથી સૌરાષ્ટ્રના હબ ગણાતા રાજકોટમાં પણ મોદીની રેલી રદ્ કરી નાખવામાં આવી છે, અગાઉ એવું લાગતું હતુ કે રાજકોટમાં મોદી મોટી રેલી કરશે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
Popular stories | Gujarat Post
ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો