અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 25 અને 26 ઓગસ્ટે ગુજરાતની મુલાકાતે આવશે. આ દરમિયાન, તેઓ અમદાવાદના નિકોલ ખાતે ખોડલધામ ગ્રાઉન્ડમાં એક કાર્યક્રમમાં ભાગ લેશે.
આ કાર્યક્રમમાં, વડાપ્રધાન 5477 કરોડ રૂપિયાના વિવિધ વિકાસ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. આ પ્રોજેક્ટ અમદાવાદ, મહેસાણા અને ગાંધીનગર જિલ્લાના છે અને તેમાં રેલવે, શહેરી વિકાસ, રસ્તા અને મહેસૂલ જેવા વિભાગોના કુલ 22 પ્રોજેક્ટનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, તેઓ સાબરમતીથી કટોસણ રોડ વચ્ચે ટ્રેન અને કાર લઈ જતી ટ્રેનને લીલી ઝંડી આપશે.
આ કાર્યક્રમ બાદ, વડાપ્રધાન મોદી નિકોલમાં એક જાહેર સભાને સંબોધશે. આ સભા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ભાજપે તૈયારીઓ શરૂ કરી દીધી છે. નિકોલ વિસ્તારને રોશનીથી શણગારવામાં આવશે અને સ્વચ્છતા તથા ગણેશ ઉત્સવ જેવી થીમ પર આધારિત બેનરો પણ લગાવવામાં આવશે.
વડાપ્રધાન એરપોર્ટથી ગાંધીનગર જતા સમયે એરપોર્ટ સર્કલથી ઇન્દિરા બ્રિજ સુધીના રસ્તા પર 12 જેટલા અલગ અલગ સ્ટેજ બનાવવામાં આવશે, જ્યાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવશે. નિકોલમાં વડાપ્રધાન મોદીની સભાને લઈ રોડ રસ્તાનું સમારકામ યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવ્યું છે.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/