રૂપિયા 7 લાખની ખંડણી માંગી હોવાની ફરિયાદ
યુવતીએ વીડિયો કોલ કર્યો હતો અને પછી વૃદ્ધને બ્લેકમેઇલ કર્યાં હતા
પદ્મીની બા વાળાએ કહ્યું આ મને ફસાવવાનું ષડયંત્ર છે
રાજકોટઃ અગાઉ ભાજપના નેતા પુરુષોત્તમ રૂપાલા વિરુદ્ધ ક્ષત્રિય આંદોલનમાં મહત્વની ભૂમિકા ભજવનારા ક્ષત્રિય નેતા પદ્મીની બા વાળા અને તેમના પુત્ર વિરુદ્ધ હનીટ્રેપમાં ફસાવીને રૂપિયા પડાવવાની ફરિયાદ દાખલ થઇ છે.
એક યુવતી દ્વારા વૃદ્ધને પ્રેમજાળમાં ફસાવીને રૂપિયા પડાવવાના અને મકાન પડાવી પાડવાના ષડયંત્રમાં કુલ 5 લોકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ગોંડલ સીટી બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ દાખલ થઇ છે.
સત્યજીત વાળા, શ્યામ રાયચુરા, હિરેન દેવડિયાની ધરપકડ, તેજલ છૈયાની શોધખોળ
60 વર્ષિય વૃદ્ધની ફરિયાદ મુજબ તેમની પાસેથી રૂપિયા પડાવવામાં આવ્યાં હતા અને મકાન પડાવી લેવા માટે આ ષડયંત્ર કરાયું હતું, જેમાં પદ્મમીની બા વાળાનું પણ આરોપી તરીકે નામ છે.પદ્મમીની બા વાળા સામે ક્ષત્રિય આંદોલન સમયે પણ પોલીસ કેસ થયો હતો અને તેઓ સતત ભાજપ સરકારની વિરુદ્ધમાં બોલી રહ્યાં હતા.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++