સ્પેશ્યિલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) ની રચના કરીને ઘટનાની તપાસ થશે
રાજ્ય સરકાર મૃતકોના પરિવારજનોને રૂપિયા 4 લાખ, ઈજાગ્રસ્તોને રૂપિયા 50 હજારની સહાય કરશે
રાજકોટઃ TRP ગેમ ઝોનમાં થયેલી દુર્ઘટનામાં અત્યાર સુધી 30 લોકોનાં મોત થઇ ગયા છે, માસૂમ બાળકોના મોત પર માતાઓ દર્દનાક આક્રંદ કરી રહી છે, ઘટના સ્થળે અને હોસ્પિટલમાં તમને રડાવી દે તેવા દ્રશ્યો જોવા મળી રહ્યાં છે, આગની આ ભયાનક લપેટમાં આવી ગયેલા અને મોતને ભેટેલા મોટાભાગના બાળકો છે, જેઓ અહી ગેમ રમવા આવ્યાં હતા.
આગ પર કાબૂ મેળવીને બાળકોની લાશો બહાર કાઢવામાં આવી રહી છે, અનેક લોકો ઘાયલ પણ થયા છે, જેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે. અહીં માતા-પિતા પોતાના બાળકોની લાશો શોધી રહ્યાં છે.
સીએમ ભૂપેન્દ્ર પટેલ ઘટનાની તપાસના આદેશ આપી દીધા છે, પરંતુ સવાલ એ છે કે દરેક આવી દુર્ઘટનાઓમાં આરોપીઓ બચી જાય છે અને પીડિતો આખી જિંદગી દુખ કર્યાં કરે છે, માત્ર તપાસ કરવાથી કઇ થવાનું નથી, અહીં અનેક પરિવારોને ન્યાય મળે તે પણ જરૂરી છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526