+

જામ કંડોરણામાં પરિણીતાએ પુત્રી અને પુત્ર સાથે આપઘાત કરતાં ચકચાર - Gujarat Post

જામ કંડોરણા: રાજકોટ પંથકમાં આપઘાતના કિસ્સામાં સતત વધારો થઈ રહ્યો છે  જામ કંડોરણા તાલુકાના સનાળા ગામે રહેતા મુળ દાહોદ પંથકના ખેતમજુર પરિવારની પરણીતાએ પોતાના બે સંતાનોની ઝેરી દવા પીવડાવી હત્યા કર્ય

જામ કંડોરણા: રાજકોટ પંથકમાં આપઘાતના કિસ્સામાં સતત વધારો થઈ રહ્યો છે  જામ કંડોરણા તાલુકાના સનાળા ગામે રહેતા મુળ દાહોદ પંથકના ખેતમજુર પરિવારની પરણીતાએ પોતાના બે સંતાનોની ઝેરી દવા પીવડાવી હત્યા કર્યા બાદ પોતે આપઘાત કરી લેતા સનસનાટી મચી ગઈ હતી. પતિ સાથે કામ બાબતે થયેલ ઝઘડાને કારણે પરણીતાએ આ પગલું ભરી લીધું હતું. પોતાની છ વર્ષની પુત્રી અને પાંચ વર્ષના પુત્રને ઝેરી દવા પીવડાવી પોતે પણ ઝેરી દવા પી લીધી હતી. એક જ પરિવારના ત્રણ સભ્યોના મોતથી  શોક વ્યાપી ગયો હતો.

મૂળ દાહોદના અને હાલ જામકંડોરણા તાલુકાના સનાળા ગામે રહેતા સિનાબેન (ઉ.વ.36)એ પોતાની છ વર્ષની પુત્રી કાજલ અને પાંચ વર્ષના પુત્ર આયુષને ઝેરી દવા પીવડાવી પોતે પણ ઝેરી દવા પી લીધી હતી. ખેતમજુરી કરવા ગયેલ પતિ ઈશ્વરભાઈ જ્યારે પરત આવ્યા ત્યારે પત્નીએ રૂમનો દરવાજો ન ખોલતા આજુબાજુના મજુરોને બોલાવી દરવાજો તોડવામાં આવ્યો હતો.

દરવાજો તોડતા અંદરથી પત્ની, દીકરી તથા પુત્રની ડેડબોડી મળી આવી હતી. જે બાદ પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે મોકલી વધુ તપાસ હાથ ધરી હતી.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

facebook twitter