(ફાઇલ ફોટો)
CGST ના ઇન્સ્પેક્ટર નવીન ધનકરની ધરપકડ
માંગવામાં આવે છે લાખો રૂપિયાની લાંચ
અધિકારીઓથી ત્રાહિમામ પોકાળી ઉઠ્યાં છે વેપારીઓ
રાજકોટઃ ગુરુવારે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI)ની ટીમે રાજકોટના રેસકોર્સ રિંગ રોડ પર આવેલી સેન્ટ્રલ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (CGST) ઓફિસમાં દરોડા પાડ્યાં હતા. જેમાં ઈન્સ્પેક્ટર રૂપિયા 2.50 લાખની લાંચ લેતા ઝડપાઇ ગયા.
CBI એ CGST ના આરોપી અધિકારીને ફરિયાદી પાસેથી રૂ. 2.50 લાખની લાંચ સ્વીકારતી વખતે પકડ્યાં હતા. પકડાયેલા આરોપીનું નામ નવીન ધનકર છે. ખાનગી પેઢીના માલિક પાસેથી તેઓ ખોટો વ્યવસાય કરે છે અને જે દર્શાવ્યું છે તેવા માલની હેરફેરી કરતા નથી, તેમ કહીને કાર્યવાહીથી બચવા લાંચ માંગી હતી. ઉપરાંત જો ધંધો ચાલુ રાખવો હશે તો હપ્તો પણ આપવો પડશે, નહીંતર જીએસટી નંબર કરવાની ધમકી આપી હતી.
ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી CBI માં ફરિયાદ કરાઇ હતી અને લાંચનું છટકું ગોઠવવામાં આવ્યું હતું, ફરિયાદી પાસેથી રૂ. 2.50 લાખની લાંચની માંગણી કરતા અને સ્વીકારતા આરોપીને રંગે હાથે પકડી લેવાયો હતો. રાજકોટ ખાતે આરોપીઓના રહેણાંક સહિતના સ્થળે સર્ચ કરવામાં આવી રહ્યું છે.
સીજીએસટીના અધિકારીઓ દરોડા કરીની મોટી રકમની માંગ કરી રહ્યાં હોવાની અનેક ફરિયાદો છે. થોડા સમય પહેલા પણ આવા અધિકારીઓ સામે સીબીઆઇએ કાર્યવાહી કરી હતી.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/