+

ગુજરાતમાં વધુ ખેડૂતની આત્મહત્યા, આર્થિક સંકડામણને કારણે ભર્યું પગલું- Gujarat post

(Demo Pic) રાજકોટઃ કોઠારીયાના આણંદપરા ગામે એક ખેડૂતે આપઘાત કરી લીધો છે. સંતાનોના લગ્ન બાદ આર્થિક ખેંચ અને પાકમાં સારી ઉપજ ન થતા ચિંતામાં આવી ગયેલા ખેડૂતે વાડીમાં ઝાડ સાથે દોરી બાંધીને ગળાફાંસો ખાઈ

(Demo Pic)

રાજકોટઃ કોઠારીયાના આણંદપરા ગામે એક ખેડૂતે આપઘાત કરી લીધો છે. સંતાનોના લગ્ન બાદ આર્થિક ખેંચ અને પાકમાં સારી ઉપજ ન થતા ચિંતામાં આવી ગયેલા ખેડૂતે વાડીમાં ઝાડ સાથે દોરી બાંધીને ગળાફાંસો ખાઈ લીધો હતો.

કોઠારીયા (આણંદપર)માં રહેતા ખેડૂત ખીમજીભાઈ વાડીએ ગયા બાદ લીમડાના વૃક્ષ સાથે દોરી બાંધીને ગળાફાંસો ખાઈ લીધો હતો. તેના પરિવારજનો વાડીએ જતા ખીમજીભાઈ ગળાફાંસો ખાધેલી હાલતમાં મળી આવતા તત્કાલ 108 ને જાણ કરાઈ હતી. તબીબે તેમને મૃત જાહેર કર્યાંં હતા. કુવાડવા પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ કાયર્વાહી હાથ ધરી હતી.

બે ભાઈમાં મોટા ખીમજીભાઈને સંતાનમાં એક પુત્ર અને ત્રણ પુત્રીઓ છે. જે પૈકી ત્રણ સંતાનોના લગ્ન થોડા સમય પહેલા થયા હતા.ત્યારબાદથી તે આર્થિંક ખેંચમાં સપડાયા હતા. બીજી તરફ ગામની સીમમાં આવેલી જમીનમાં વાવેલા પાકમાં યોગ્ય ઉપજ નહીં ન હતી. જેથી તેઓ ચિંતામાં રહેતા હતા. બાદમાં તેમણે આ પગલું ભરી લીધું હતું. બનાવથી મૃતકના પરિવારજનો શોકમગ્ન થઈ ગયા છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

facebook twitter