ભ્રષ્ટાચારી સાગઠિયાની કબૂલાત... 22 કિલો સોનાની ખરીદી રોકડથી કરી હતી

11:51 AM Jul 06, 2024 | gujaratpost

રાજકોટઃ ACB ના સકંજામાં રહેલા સસ્પેન્ડેડ ટીપીઓ સાગઠિયાની પૂછપરછ ચાલી રહી છે. જો કે સાગઠિયા લાંચ આપનારના નામો બોલી રહ્યો નથી. ઓફિસમાંથી મળેલા સોનાની ખરીદી રોકડ રકમથી કરી હોવાની કબૂલાત કરી લીધી છે. પરંતુ રોકડ ક્યાંથી આવી તે અંગે સાગઠિયાનું હજુ મૌન છે. તેની ઓફિસમાંથી 22 કિલો સોનું જપ્ત કરાયું હતુ.

સાગઠિયા સાથે સાંઠગાઠ કરનાર બિલ્ડરોની ACB પૂછપરછ કરશે ખરી? તેવા સવાલ ઉઠી રહ્યાં છે. ભ્રષ્ટાચારી સાગઠિયાને લાંચ આપનાર બિલ્ડરો સામે પણ કાર્યવાહી થવી જોઇએ. જો ઇન્કમ ટેક્સ વિભાગ તપાસમાં જોડાય તો આ તપાસનો રેલો રોકડ વ્યવહાર કરનારા બિલ્ડરો સુધી પણ પહોંચી શકે છે. ટીપી શાખાના ભ્રષ્ટાચારી વહીવટ સામે બિલ્ડર એસોસિએશનનું ભેદી મૌન છે.

મનસુખ સાગઠિયાનું એક બેન્ડ લોકર એસબીને મળ્યું હતું. જેમાંથી કંઈ મળ્યું ન હતુ, એસબીઆઇની રૈયા રોડ શાખામાં સાગઠીયાનું લોકર મળ્યું હતું. મનસુખ સાગઠિયાના ભાઈના નામે રહેલી ઓફિસમાંથી મળેલા 22 કિલો સોનાના દાગીના અને બિસ્કીટ હાલ રાજ્યભરમાં ચર્ચાનો વિષય છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526