+

ટીવી સીરિયલોની આડ અસર, સુરતમાં સગા ભાઈએ સગી બહેન પર દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી- Gujarat Post

Surat Crime News: સુરતના ડીંડોલી વિસ્તારમાં ભાઈ-બહેનના પવિત્ર સંબંધને લાંછનરૂપ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. મજૂરીકામ કરતા દંપતી ચાર મહિના પહેલા કામ ઉપર ગયા હતા ત્યારે તેમના 16 વર્ષના પુત્રએ તેની 13 વર્ષ

Surat Crime News: સુરતના ડીંડોલી વિસ્તારમાં ભાઈ-બહેનના પવિત્ર સંબંધને લાંછનરૂપ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. મજૂરીકામ કરતા દંપતી ચાર મહિના પહેલા કામ ઉપર ગયા હતા ત્યારે તેમના 16 વર્ષના પુત્રએ તેની 13 વર્ષની બહેન પાસે સેક્સની માંગણી કરીને બળજબરી કરી વાસના સંતોષી હતી. આ અંગે માતાપિતાને કહ્યું કે તેને જાનથી મારી નાંખવાની ધમકી આપી વધુ બે વખત દુષ્કર્મ કર્યુ હતું. જેના કારણે કિશોરી ગર્ભવતી થઈ હતી, ચાર દિવસ અગાઉ કિશોરીને પેટમાં દુખાવો થતા હોસ્પિટલ લઈ જતા સમગ્ર ઘટના પ્રકાશમાં આવતા સગા દીકરા વિરુદ્ધ માતાએ ડીંડોલી પોલીસ મથકમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા પોલીસે તરુણની અટકાયત કરી છે.

ભાઈ-બહેનના પવિત્ર સંબંધને લાંછનરૂપ કરતી ઘટના અંગે પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ વલસાડના વતની અને સુરતના ડીંડોલી વિસ્તારમાં છેલ્લા દોઢ વર્ષથી રહેતા શ્રમજીવી દંપતીનો 16 વર્ષીય પુત્ર અને 13 વર્ષની પુત્રી  છે. જે પૈકી પુત્ર નાસ્તાની લારી ઉપર મજૂરીકામ કરે છે. પુત્રી ધો.8 માં અભ્યાસ કરે છે. ગત સોમવારે સવારે પુત્રીને પેટમાં દુખાવો થતા દંપતી તેને ઊનાપાણી રોડની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયું હતું. ત્યાં ડોકટરે તપાસી તેને ચારથી પાંચ મહિનાનો ગર્ભ હોવાનું જણાવી તેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં લઈ જવા કહ્યું હતું. જો કે, દંપતીએ તે ગર્ભવતી કેવી રીતે બની તે અંગે પૂછતાં પુત્રીએ કોઈ જવાબ આપ્યો ન હતો. બીજા દિવસે ફરી તેને દુખાવો થતા દંપતી તેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં લઈ ગયું હતું.ત્યાં પણ ડોકટરે તેને ચારથી પાંચ મહિનાનો ગર્ભ હોવાનું કહ્યું હતું.

તે ગર્ભવતી કેવી રીતે બની તે પૂછ્યું ત્યારે પુત્રીએ જે જવાબ આપ્યો તે સાંભળી દંપતી ચોંકયુ હતું. ડીંડોલી પોલીસે 16 વર્ષીય કિશોરની અટકાયત કરી પૂછપરછ કરતા તેણે જણાવ્યું કે માતાપિતા કામ ઉપર જતા હતા અને ઘરમાં ભાઈ-બહેન એકલા હોય ત્યારે તેઓ ટીવી ઉપર સાવધાન ઈન્ડિયા અને ક્રાઈમ પેટ્રોલ જોતા હતા.તેના કેટલાક એપિસોડમાં આવેલા આવા બનાવને લીધે તેણે સગી બહેન પાસે સેક્સની માંગણી કરી દુષ્કર્મ કર્યું હતું. ઘટનાના પગલે ચકચાર મચી ગઈ હતી.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

facebook twitter