+

સંસ્કારી નગરી વડોદરામાં ગેંગરેપથી હડકંપ, કોંગ્રેસ અને પ્રજાએ ભાજપ સરકાર સામે વ્યક્ત કર્યો રોષ

16 વર્ષની સગીરા પર ગેંગરેપ ફરી કલંકિત થયું આપણું ગુજરાત વડોદરાઃ રાજ્યમાં દાહોદની ઘટના હજુ તો તાજી છે ત્યાં સંસ્કારી નગરી ગણાતા વડોદરામાં ગેંગરેપની ઘટના બની છે, અહીં એક સગીરા પર તેના જ મિત્રોએ ગે

16 વર્ષની સગીરા પર ગેંગરેપ

ફરી કલંકિત થયું આપણું ગુજરાત

વડોદરાઃ રાજ્યમાં દાહોદની ઘટના હજુ તો તાજી છે ત્યાં સંસ્કારી નગરી ગણાતા વડોદરામાં ગેંગરેપની ઘટના બની છે, અહીં એક સગીરા પર તેના જ મિત્રોએ ગેંગરેપ કર્યો છે.

શહેરના ભાયલી વિસ્તારમાં નવરાત્રીના બીજા દિવસે બે મિત્રોએ સગીરાની જિંદગી બરબાદ કરી નાખી છે. પોલીસે માહિતી આપી છે કે બીજા નોરતે રાત્રે 11 વાગ્યાની આસપાસ પીડિતા તેના મિત્રને મળી હતી અને તે સ્કૂટી પર ભાયલી ગયા હતા, બાદમાં અહીં કોઇ બોલાચાલી પણ થઇ હતી, બાદમાં અહીં એક જગ્યા પર બે શખ્સોએ પીડિતાને પકડી રાખી હતી અને તેને સ્કૂટી પર લઇને આવેલા શખ્સે બળાત્કાર કર્યો હતો. બાદમાં બીજા બે શખ્સોએ પણ રેપ કર્યો હતો. આ કેસમાં પોલીસે બે આરોપીઓને ઝડપી લીધા છે.

કોંગ્રેસે આ મામલે ભાજપ સરકાર પર પ્રહાર કર્યાં છે, કહ્યું કે રાજ્યમાં બહેન-દીકરીઓ સલામત નથી, થોડા જ સમયમાં દાહોદ, મહેસાણા, વડોદરામાં રેપની ઘટનાઓ સામે આવી છે, સરકાર નિષ્ફળ દેખાઇ રહી છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

 

facebook twitter