રાજકોટમાં ભાજપના જ કોર્પોરેટરે નબળા કામને લઈને ઉઠાવ્યો અવાજ, મુખ્ય સચિવના પૂતળાનું દહન કરવાની જાહેરાત કરી- Gujarat Post

11:26 AM Dec 09, 2023 | gujaratpost

રાજકોટઃ ભાજપમાં ઉકળતા ચરુ જેવી સ્થિતિ છે. વોર્ડ નંબર 14ના કોર્પોરેટર ભારતી મકવાણાએ ગંભીર આક્ષેપ લગાવ્યાં છે.તેમણે કહ્યું, હું અનુસુચિત જાતિની છું, જેથી અમારી સાથે કિન્નાખોરી રાખવામાં આવી રહી છે. મારા વિસ્તારમાં સિમેન્ટ રોડનું કામ ખરાબ થયું છે. મેં મ્યુનિસિપલ કમિશનરને અવારનવાર રજૂઆત છે તેમ છંતા રોડ રસ્તાના સેમ્પલ લેવામાં આવ્યાં નથી. આ અંગે યોગ્ય તપાસ નહીં થાય તો સોમવારે મુખ્ય સચિવના પૂતળાંનુ દહન કરવામાં આવશે, મારા વિસ્તારમાં અઢી વર્ષથી વિકાસના કામો થતાં નથી. દરેક કાર્યકર્તાઓને પૂછો કોઇ કામ થતા નથી.

રાજકોટ મહાનગર પાલિકામાં નબળા કામ, ભ્રષ્ટાચાર જેવી બાબતો અનેક વખત સામે આવી છે. આ મામલે હંમેશા પદાધિકારીઓ અને અધિકારીઓ ઢાંકપિછોડા જ કર્યાં છે. આ કારણે ભ્રષ્ટાચાર એટલો વધ્યો છે કે કોર્પોરેટરનું પણ સાંભળવામાં આવતું નથી. મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવા જાય ત્યારે કોર્પોરેટર સાથે ખૂબ જ ખરાબ વર્તન કરવામાં આવતું હોય છે. આ અંગે સાંસદ રામ મોકરીયાએ પણ થોડા સમય પહેલા અવાજ ઉઠાવ્યો હતો.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Trending :

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post