+

ગોંડલ જતી બસ ધંધૂકા-ફેદરા રોડ પર હરિપુરા નજીક પલટી ગઇ, 20થી વધુ મુસાફરો ઘાયલ- Gujarat Post

બસના ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતાં અકસ્માત સર્જાયો બસમાં મોટા ભાગના શ્રમિકો હતા અમદાવાદઃ રાજ્યમાં મોટા વાહન અકસ્માતનો સિલસિલો લગભગ દૈનિક ક્રમ બની ગયો હોય તેમ કોઈને કોઈ અકસ્માતના સમાચાર સ

બસના ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતાં અકસ્માત સર્જાયો

બસમાં મોટા ભાગના શ્રમિકો હતા

અમદાવાદઃ રાજ્યમાં મોટા વાહન અકસ્માતનો સિલસિલો લગભગ દૈનિક ક્રમ બની ગયો હોય તેમ કોઈને કોઈ અકસ્માતના સમાચાર સામે આવે છે. અમદાવાદ જિલ્લાના હરિપુરાથી એક મોટા સમાચાર સામે આવ્યાં છે. મધ્યપ્રદેશથી ગોંડલ જતી એક ખાનગી બસ વહેલી સવારે હરિપુરા પાટિયા નજીક પલટી મારી ગઈ હતી. જેમાં 20થી વધુ મુસાફરો ઈજાગ્રસ્ત થયા હતા.

ઈજાગ્રસ્ત યાત્રીઓને સારવાર અર્થે ધંધૂકામાં આવેલી હોસ્પિટલે ખસેડવામાં આવ્યાં હતા. આ બસ એક ખાનગી કંપનીની હતી. જે અમદાવાદના હરિપુરા નજીક પલટી ખાઈ ગઈ હતી. બસમાં સવાર લોકો મધ્યપ્રદેશથી  ગોંડલ જઈ રહ્યાં હતા. ધંધૂકા ફેદરા રોડ પર આ અકસ્માત સર્જાયો હતો. તેમાં શ્રમિક મુસાફરો મુસાફરી કરી રહ્યાં હોવાની જાણકારી મળી રહી છે.

હાલમાં પોલીસ કાફલો અહીં પહોંચી ગયો છે અને ઘાયલોને હોસ્પિટલ ખસેડવામાં આવી રહ્યાં છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

facebook twitter