Rajkot News: રાજકોટના હીરાસર ઈન્ટરનેશનલ એરપોર્ટમાં ફરીથી ભ્રષ્ટાચારની પોલ ખુલી છે. નવનિર્મિત એરપોર્ટની દિવાલ વરસાદમાં ધરશાયી થઇ ગઇ છે. એક વર્ષ પહેલાં જ નિર્માણ પામેલી 15 ફૂટની આ દીવાલ ધરાશાયી થઇ છે.
હીરાસર એરપોર્ટમાં પહેલા કેનોપી અને હવે દીવાલ તૂટી છે, આ દીવાલ થરાશાયી થતાં અનેક પ્રશ્નો ઉભા થયા છે.અચાનક દીવાલ તૂટતાં એરપોર્ટના બાંધકામની કામગીરી પર અનેક સવાલો ઉભા થયા છે. રૂપિયા 2 હજાર કરોડના ખર્ચે બનાવાયેલા રાજકોટ એરપોર્ટનું પીએમ મોદીએ ઉદ્ઘઘાટન કર્યુ હતું. ત્યારથી તે કોઇને કોઇ ભ્રષ્ટાચારને લઇને ચર્ચામાં છે.
નોંધનિય છે કે રાજકોટ, મોરબી સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદને કારણે કરોડો રૂપિયાનું નુકસાન થયાના અહેવાલ છે.હજુ હવામાન વિભાગે વધુ વરસાદની આગાહી કરી છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/