રહી રહીને હવે મીડિયા સામે આવ્યાં ભાનુબેન બાબરિયા
એઆરપી ગેમઝોન મામલે જો મારો કોઇ રોલ આવશે તો હું જાહેર જીવન છોડી દઇશઃ ભાનુબેન બાબરિયા
રાજકોટઃ ટીઆરપી ગેમઝોનની ભયાનક આગમાં 28 લોકોનાં મોત થઇ ગયા છે અને રાજકોટની જનતા આક્રોશમાં છે, જે લોકોએ સ્વજનો ગુમાવ્યાં છે તેઓમાં વધુ આક્રોશ નેતાઓ અને અધિકારીઓ સામે બહાર આવી રહ્યો છે, રાજ્ય સરકારના કેબિનેટ કક્ષાના મહિલા અને બાળવિકાસ મંત્રી ભાનુબેન બાબરિયા આટલા દિવસો બાદ હવે મીડિયા સામે આવ્યાં છે.
રાજકોટમાં તેમના ઘરથી ગેમઝોન અકસ્માત ઝોન ઘણો નજીક હોવા છંતા તેઓ અહીં પીડિતોના આંસુ લુંછવા પણ ન આવ્યાં, જનતાએ આપેલા મતોની પણ તેમને કોઇ કદર ન કરી. હવે અચાનક મીડિયાને પોતાના આંસુ બતાવી દીધા...જો કે મીડિયાએ તેમને સવાલો પૂછતા તેમને બચાવ કર્યો કે આ દુર્ઘટના બાદ હું અધિકારીઓના સંપર્કમાં હતી અને બચાવ કામગીરી પર મારી નજર હતી.
ગાંધીનગર એફએસએલમાં જ્યારે મૃતદેહોને ડીએનએ માટે લઇ જવાયા હતા ત્યારે પણ હું કલેક્ટરના સંપર્કમાં હતી. મીડિયા દ્વારા ભ્રષ્ટ ટીપીઓ એમડી સાગઠિયા વિશે પૂછવામાં આવ્યું તો તેમને જવાબ આપ્યો કે જે પણ જવાબદાર હશે તેમની સામે પોલીસ કાર્યવાહી કરી રહી છે. સાગઠિયાનો કરોડો રૂપિયાનો બંગલો મંત્રી ભાનુબેનના ઘરની સામે જ બની રહ્યો છે, એક 75 હજારના પગારદારી પાસે કરોડો રૂપિયાની સંપત્તિ હોવા મામલે ભાનુબેન ચૂપ થઇ ગયા હતા.
અમે તમને જણાવી દઇએ કે સાગઠિયાના ત્રણ પેટ્રોલ પંપ, કરોડો રૂપિયાના બંગ્લોઝ અને ફાર્મ હાઉસ સહિતની માહિતી સામે આવ્યાં બાદ એસીબી આ દિશામાં તપાસ કરી રહી છે. સાગઠિયાની હાલમાં ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી લીધી છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/