રાજકોટમાં ઠંડીથી વિદ્યાર્થીનીના મોતનો દાવો
રિયા સોની નામની વિદ્યાર્થીનીનું મોત થઇ ગયું
કોંગ્રેસે શિક્ષણ મંત્રીને પત્ર લખીને શાળાનો સમય એક કલાક મોડો કરવા કરી માંગ
રાજકોટઃ ગોંડલ રોડ પર આવેલી એ. વી. જસાણી સ્કૂલમાં ધોરણ 8માં ભણતી એક વિદ્યાર્થિનીનું મોત થઇ ગયું છે.આ વિદ્યાર્થીનીને ધ્રુજારી આવ્યાં બાદ બેન્ચ પરથી ઢળી પડી હતી પછી તેને હોસ્પિટલ લઇ જવામાં આવી હતી, જ્યાં તબીબે તેને મૃત જાહેર કરી હતી. પરિવારનું કહેવું છે કે ઠંડીને કારણે તેમની લાડકીનું મોત થઇ ગયું છે.વિદ્યાર્થીનીના મોત બાદ હરકતમાં આવેલા તંત્રએ મોટો નિર્ણય લીધો છે.
જિલ્લા શિક્ષણાધિકારીએ રાજકોટ જિલ્લાની શાળાઓને સવારનો સમય મોડો રાખવા સૂચના આપી છે.આ અંગે પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. લખવામાં આવ્યું છે કે, રાજકોટ જિલ્લાના તમામ પ્રાથમિક અને માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિક શાળાઓના આચાર્યોએ કોલ્ડવેવની સ્થિતિને ધ્યાનમાં રાખીને સવારની શાળાઓનો સમય એક કલાક મોડો અથવા સવારે 8 વાગ્યા પછી રાખવા જણવ્યું છે. ઉપરાંત બાળકોને ઠંડી સામે રક્ષણ મળી રહે તે માટે શાળાના યુનિફોર્મ સાથે અન્ય જરૂરી ગરમ વસ્ત્રો પહેરવાની છૂટ આપવાની રહેશે. નવી સૂચના ન મળે ત્યાં સુધી શાળા 8 વાગ્યા પહેલા શરૂ કરવી નહીં.
કોંગ્રેસે આ મુદ્દે શિક્ષણ મંત્રીને પત્ર લખ્યો છે. જેમાં લખવામાં આવ્યું છે કે રાજ્યભરમાં ઘણા વિદ્યાર્થીઓ અને વાલીઓ અસહ્ય ઠંડીનો સામનો કરી રહ્યાં છે. જેને કારણે વિદ્યાર્થીઓ અને બાળકોને શાળાએ મુકવા જતા વાલીઓની મુશ્કેલીઓ વધી છે. સવારમાં સ્કૂલોમાં ગેરહાજરીનું પ્રમાણ વધ્યું છે. આપને વિનંતી છે કે રાજ્યમાં પડી રહેલી અસહ્ય ઠંડીને લક્ષમાં રાખીને તમામ શાળાઓને સમય એક કલાક મોડો કરવામાં આવે. જે વિદ્યાર્થીઓના હિતમાં હશે.
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો