Rajkot Crime News: રાજકોટમાં પુત્રએ માતાની હત્યા કર્યાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. પુત્રએ પોતાની માનસિક વિકલાંગ માતાને ગળાફાંસો દઈને મોતને ઘાટ ઉતારી દીધા બાદ માતાની સાથેનો એક ફોટો શેર કર્યો હતો અને સોશિયલ મીડિયા પર સ્ટોરી શેર કરીને લખ્યું હતું કે ‘Im kill to my mom – Loss my life’.
રાજકોટના યુનિવર્સિટી રોડ પર આવેલા ભગતસિંહ ગાર્ડન નજીક ગુજરાત હાઉસિંહ બોર્ડના ક્વાટર્સમાં રહેતા એક પુત્રએ પોતાની માનસિક બિમાર માતાને ગળાફાંસો આપીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. માતાની હત્યા કર્યા બાદ તેણે જાતે જ પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરી હતી અને આ બાદ યુનિવર્સિટી પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી.
પુત્રએ જ માતા જયોતીબેન ગોસાઈની તેમના પુત્રએ હત્યા કરી હોવાની જાણ પોલીસ કન્ટ્રોલ રૂમમાં કરી હતી. ત્યારબાદ પોલીસ સ્ટેશનની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. જ્યાં હત્યા કરનાર તેનો પુત્ર નીલેશ ગોસાઇ પણ હાજર હતો, જેની પોલીસ ધરપકડ કરી હતી. માતા માનસિક બીમાર હોય પુત્ર નીલેશ તેમની સેવા કરતો હતો. પરંતુ માતાની માનસિક બીમારીથી કંટાળીને પુત્રએ પોતાની માતાની હત્યા કરી દીધી હોવાનું હાલ મનાઈ રહ્યું છે. પોલીસે આ બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526