રાજકોટનો સનસનીખેજ કિસ્સો....સોની પરિવારના 9 સભ્યોએ એક સાથે આત્મહત્યાનો કર્યો પ્રયાસ

05:02 PM Sep 21, 2024 | gujaratpost

રાજકોટઃ શહેરમાં સોની પરિવારના 9 સભ્યોએ આપઘાતનો પ્રયાસ કરતા ચકચાર મચી છે. ઉધઇ મારવાની ઝેરી દવા ગટગટાવતા તમામને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા છે. બધાની હાલત હાલ સ્થિર છે. બેંક લોન ભરપાઈ ન કરી શકતા અને ઉઘરાણીના પૈસા પરત ન આવતા સામૂહિક આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.

શહેરના કેવડાવાડી વિસ્તારમાં રહેતા એક જ પરિવારના 9 સભ્યોએ ઉધઇ મારવાની ઝેરી દવા ગટગટાવીને આપઘાતનો પ્રયાસ કર્યો છે. તેમને મુંબઈના 3 વેપારીઓ પાસે 4 કરોડ રૂપિયા લેવાના હતા. તે 11 મહિનાથી વાયદા કરતા હતા અને આ બાબતે પોલીસને જાણ ન કરવાની ધમકી પણ આપતા હતા. જેથી તેમને પોલીસને જાણ કરી ન હતી. વેપારીએ બેંક પાસેથી મોટી લોન પણ લીધી હતી. જેથી લોન ન ભરી શકતા આ પગલું ભર્યું હતું. વિજય કૈલાશજી રાવલ, પ્રશાંત, મહેન્દ્ર નામના વેપારી પાસેથી પૈસા લેવાના હતા. આ સમગ્ર ઘટનાની પોલીસને જાણ થતા સ્થળ પર પહોંચીને તપાસ હાથ ધરી છે.

દવા પીનાર સોની પરિવારના સભ્યોમાં લલીત વલ્લભદાસ આડેસરા (ઉં.વ.72), મીનાબેન લલીતભાઈ આડેસરા (ઉં.વ.64), ચેતન લલીતભાઈ આડેસરા (ઉં.વ.45), દિવ્યાબેન ચેતનભાઈ આડેસરા (ઉં.વ.43), જય ચેતનભાઈ આડેસરા (ઉં.વ.21), વિશાલ લલીતભાઈ આડેસરા (ઉં.વ.43), સંગીતા વિશાલભાઈ આડેસરા (ઉં.વ.41), સગીર (ઉં.વ.15) નો સમાવેશ થાય છે.

Trending :

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526