+

આજથી રાજ્યમાં વરસાદની આગાહી, જાણો- આગામી પાંચ દિવસ હવામાન કેવું રહેશે ?

અમદાવાદ: હવામાન વિભાગના જણાવ્યાં અનુસાર આજે રવિવારે ગુજરાતના તમામ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળો પર મધ્યમ ગાજવીજ સાથે હળવો વરસાદ પડવાની આગાહી છે. ગુજરાતમાં અનેક જગ્યાએ મે મહિનામાં જ કમોસમી વરસાદ વરસ્યો છે

અમદાવાદ: હવામાન વિભાગના જણાવ્યાં અનુસાર આજે રવિવારે ગુજરાતના તમામ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળો પર મધ્યમ ગાજવીજ સાથે હળવો વરસાદ પડવાની આગાહી છે. ગુજરાતમાં અનેક જગ્યાએ મે મહિનામાં જ કમોસમી વરસાદ વરસ્યો છે. દક્ષિણ પશ્ચિમ ચોમાસું 27 મેના રોજ કેરળ કિનારે પહોંચશે. સામાન્ય રીતે તે 1 જૂનના રોજ કેરળ પહોંચે છે.

12મી તારીખના રોજ રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ખેડા, આણંદ, ભરૂચ, સુરત, તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ વિસ્તારોમાં હળવા મેઘગર્જના સાથે સામાન્ય વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે.

13મી તારીખે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, ભરૂચ, નર્મદા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.

13મી તારીખે સાંજ સુધીમાં સંપૂર્ણ આકાશ ખુલ્લું થઈ જશે. 14 તારીખથી ગુજરાતનું વાતાવરણ રાબેતા મુજબનું થઈ જશે. માવઠાને કારણે તાપમાનમાં જે ઘટાડો નોંધાયો છે તે પણ 13 અને 14 તારીખ બાદ વધતું દેખાશે. જે બાદ 22થી 30 મે સુધી ફરીથી પ્રિ મોન્સૂન એક્ટિવિટી થવાની સંભાવના છે.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

facebook twitter