નવી દિલ્હીઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામની જાહેરાત કરી દેવામાં આવી છે. ભારતના વિદેશ સચિવ વિક્રમ મિસરીએ આ માહિતી આપી છે. તેમણે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે પાકિસ્તાનના ડીજીએમઓએ 12 વાગ્યે ફોન કર્યો હતો આ પછી, બંને દેશો વચ્ચે યુદ્ધવિરામ પર સંમતિ થઈ. આજે સાંજે 5 વાગ્યાથી યુદ્ધવિરામ અમલમાં આવશે, સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર આ યુદ્ધવિરામ ભારતની શરતો પર થયો છે. 12 મેના રોજ, ડાયરેક્ટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સ (DGMO) ફરીથી બોલશે. સંરક્ષણ મંત્રાલય સાંજે 6.15 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ દ્વારા સંપૂર્ણ માહિતી શેર કરશે.
Over the past 48 hours, @VP Vance and I have engaged with senior Indian and Pakistani officials, including Prime Ministers Narendra Modi and Shehbaz Sharif, External Affairs Minister Subrahmanyam Jaishankar, Chief of Army Staff Asim Munir, and National Security Advisors Ajit…
— Secretary Marco Rubio (@SecRubio) May 10, 2025
આ રીતે યુદ્ધવિરામ પર સંમતિ થઈ
ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામના સમાચાર સૌપ્રથમ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આપ્યાં હતા. તેમણે ટ્વીટ કર્યું કે રાતભર લાંબી વાતચીત બાદ બંને દેશો યુદ્ધવિરામ પર સંમત થયા છે. યુદ્ધવિરામ પાછળની વાર્તા સમજાવતા યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયોએ X પર લખ્યું કે છેલ્લા 48 કલાકમાં ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ અને મેં ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી, પાકિસ્તાની વડાપ્રધાન શાહબાઝ શરીફ, વિદેશ પ્રધાન એસ. જયશંકર,રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ, પાકિસ્તાની સેનાના વડાઓ અસીમ મુનીર અને અસીમ મલિક સહિત વરિષ્ઠ ભારતીય અને પાકિસ્તાની અધિકારીઓ સાથે વાતચીત કરવામાં આવી હતી.
બંને દેશોના નેતાઓ વચ્ચે લાંબી ચર્ચા બાદ આ સર્વસંમતિ બની હતી. શાંતિનો માર્ગ પસંદ કરવામાં વડાપ્રધાન મોદી અને શરીફની સમજદારી અને રાજકીય પરિપક્વતાની અમે પ્રશંસા કરીએ છીએ.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/