રાહુલ ગાંધીએ લોકસભામાં ગુજરાતમાં ભાજપને હરાવવાનો પડકાર ફેંક્યો છે
લોકસભા ચૂંટણીમાં બનાસકાંઠાથી કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે જીતીને ભાજપની હેટ્રિક રોકી
પાલડીમાં બે જૂથો વચ્ચે થયેલી અથડામણમાં અનેક લોકો ઘાયલ
અમદાવાદઃ લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ (Lop Loksabha Rahul Gandhi) સંસદમાં હિન્દુઓ પર આપેલા નિવેદનને લઈ હોબાળો મચ્યો છે. જેને લઈ ભાજપના કાર્યકર્તાઓ (BJP workers) અમદાવાદમાં કોંગ્રેસ કાર્યાલય, પાલડી (Ahmedabad congress office) ખાતે દેખાવ કરવા ગયા હતા ત્યારે ઘર્ષણ થયું હતું. જેમાં પોલીસ દ્વારા કોંગ્રેસના કાર્યકરોની ધરપકડ કરી હતી. જ્યારે ભાજપના કાર્યકરો સામે કોઈ કાર્યવાહી ન હતી કરાઇ. જેને લઇને હવે રાહુલ ગાંધી 6 જુલાઇને શનિવારે ગુજરાતની મુલાકાતે (Rahul Gandhi Gujarat visit) આવશે, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ટૂંક સમયમાં ગુજરતના મોરચે સક્રિય થશે.
પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે કહ્યું કે ભાજપના કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવેલા હુમલાનો સામનો કરનાર કોંગ્રેસ કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરવા રાહુલ ગાંધી ગુજરાતની મુલાકાતે આવશે. કોંગ્રેસ કાર્યાલય બહાર થયેલીની ઘટનામાં પોલીસે એકતરફી કાર્યવાહી કરી છે. 6 જુલાઇએ રાજ્યના તમામ કાર્યકર્તાઓને અમદાવાદ આવવા માટે અપીલ કરવામાં આવી છે. જો અમદાવાદ પોલીસ ભાજપના કાર્યકર્તાઓ વિરૂદ્ધ કાર્યવાહી નહીં કરે તો રાહુલ ગાંધી 6 જુલાઇએ અમદાવાદ પહોંચી શકે છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/