+

સુદાનમાં ઊંટ પર આવેલા RSF બળવાખોરોએ 200 લોકોની હત્યા કરી, પ્રત્યક્ષદર્શીનો ભયાનક દાવો

બળવાખોરો સેના અને સામાન્ય નાગરિકોને નિશાન બનાવી રહ્યાં છે વારંવાર અહી હત્યાઓ થઇ રહી છે સુદાનઃ અલ-ફાશીર શહેર નજીક ઊંટ પર આવેલા બળવાખોરો લગભગ 200 લોકોને એક જળાશય પાસે લઈ ગ

બળવાખોરો સેના અને સામાન્ય નાગરિકોને નિશાન બનાવી રહ્યાં છે

વારંવાર અહી હત્યાઓ થઇ રહી છે

સુદાનઃ અલ-ફાશીર શહેર નજીક ઊંટ પર આવેલા બળવાખોરો લગભગ 200 લોકોને એક જળાશય પાસે લઈ ગયા હતા અને તેમની હત્યા કરી નાખી હતી.પ્રત્યક્ષદર્શીનાં જણાવ્યાં અનુસાર તેઓ વંશીય અપશબ્દો બોલતા હતા અને પછી નિર્દોષ લોકોને ગોળી મારી દીધી હતી. તેને જણાવ્યું કે હુમલાખોરોમાંથી એકે તેને ઓળખી કાઢ્યો હતો પરંતુ તેને જવા દીધો હતો. તેણે બીજા લોકોને કહ્યું કે તેને ન મારશો નહીં. પરંતુ તેઓએ મારા મિત્રો અને બીજા બધાને મારી નાખ્યાં હતા.

પ્રત્યક્ષદર્શી ઇસ્માઇલ શહેરમાં ફસાયેલા તેના સંબંધીઓ માટે ખોરાક લઈ જઈ રહ્યો હતો. તે અને અન્ય લોકો નિઃશસ્ત્ર હતા. રોઇટર્સે ચાર સાક્ષીઓ અને છ રાહત કાર્યકરો સાથે વાત કરી. અલ-ફાશીરથી ભાગી રહેલા લોકોને નજીકના ગામોમાં રોકવામાં આવ્યાં હતા. પુરુષોને સ્ત્રીઓથી અલગ કરવામાં આવ્યાં અને પછી લઈ જવામાં આવ્યાં હતા. ત્યારબાદ ગોળીબારનો અવાજ સંભળાયો હતો. 

યુએન માનવાધિકાર કાર્યાલયે શુક્રવારે જણાવ્યું કે અનેક નિર્દોષ લોકો માર્યા ગયા છે. જે ભયાનક યુદ્ધ અપરાધ છે.

ન્યૂઝ એજન્સી રોઇટર્સે સોશિયલ મીડિયા પર ત્રણ વીડિયો ચકાસ્યા છે, જેમાં RSF યુનિફોર્મ પહેરેલા પુરુષો લોકોને   ગોળીબાર કરતા દેખાય છે, ગોળીબાર પછી મૃતદેહોના ઢગલા દેખાય છે.

આરએસએફના કમાન્ડરે કહ્યું કે મીડિયા આ વાતને વધુ પડતી ફેલાવી રહ્યું છે, સેના પોતાની હાર છુપાવવાનો પ્રયાસ કરી રહી છે. કમાન્ડરે દાવો કર્યો હતો કે કેટલાક સૈનિકો અને લડવૈયાઓ નાગરિકો તરીકે પોતાને રજૂ કરીને ભાગી જવાનો પ્રયાસ કરી રહ્યાં હતા.તેથી, તેમને પૂછપરછ માટે લઈ જવામાં આવ્યાં હતા. દાવા મુજબ કોઈ હત્યા થઈ નથી. 

આંતરરાષ્ટ્રીય તબીબી સંસ્થા મેડેસિન્સ સાન્સ ફ્રન્ટીઅર્સ (MSF) એ જણાવ્યું કે પ્રત્યક્ષદર્શીઓએ 26 ઓક્ટોબરના રોજ સુદાનની સેના અને તેના સાથી જૂથોના લોકોને ભાગવાનો પ્રયાસ કરતા જોયા હતા.પરંતુ મોટાભાગના લોકોની બળવાખોર RSF એ હત્યા કરી નાખી છે, અહીં સેના સામે બળવાખોરો મજબૂત બની રહ્યાં છે.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

facebook twitter