+

અંદાજે 70,00,00,000 રૂપિયાનું ડ્રગ્સ ગુજરાતમાંથી ઝડપાયું, આજે પોરબંદરમાંથી ડ્રગ્સના 6 પેકેટ મળ્યાં

ડ્રગ્સ માફિયાઓને મોટી ફટકાર, દરિયાઇ માર્ગે ભારતમાં આવી રહ્યું છે ડ્રગ્સ એજન્સીઓની સક્રિયતાને કારણે ઝડપાઇ રહ્યો છે ડ્રગ્સનો જથ્થો પોરબંદરઃ રાજ્યમાં ડ્રગ્સ મળવાનો સિલસિલો યથાવત છે, એજન્સીઓએ થોડા જ

ડ્રગ્સ માફિયાઓને મોટી ફટકાર, દરિયાઇ માર્ગે ભારતમાં આવી રહ્યું છે ડ્રગ્સ

એજન્સીઓની સક્રિયતાને કારણે ઝડપાઇ રહ્યો છે ડ્રગ્સનો જથ્થો

પોરબંદરઃ રાજ્યમાં ડ્રગ્સ મળવાનો સિલસિલો યથાવત છે, એજન્સીઓએ થોડા જ દિવસમાં અંદાજે 70 કરોડ રૂપિયાનું ડ્રગ્સ ઝડપી પાડ્યું છે, આજે પોરબંદરના દરિયા કિનારેથી 6 પેકેટ ચરસના મળ્યાં છે, પોલીસે આ પેકેટ જપ્ત કરીને તપાસ શરુ કરી છે, પોલીસ ડોગ સ્કવોર્ડની મદદથી હજુ સર્ચ ઓપરેશન કરી રહી છે. ઓડડરા ગામ પાસેથી આ 1-1 કિલોના 10 પેકેટ મળી આવ્યાં છે.

કરોડો રૂપિયાનો ડ્રગ્સનો જથ્થો જુદી જુદી જગ્યાએથી મળ્યો

દરિયામાં કન્સાઇનમેન્ટ ફેંકી દેવામાં આવ્યું હોવાની શક્યતા

થોડા દિવસ પહેલા કચ્છમાં અબડાસા, લખપત, માંડવીનાં દરિયા કિનારેથી પણ અંદાજે 66 કરોડ રૂપિયાની કિંમતનું ડ્રગ્સ મળી આવ્યું હતુ, 8 જૂને લખપતના રોડાસર ક્રિક વિસ્તારમાંથી બીએસએફને ડ્રગ્સના 2 પેકેટ મળી આવ્યાં હતા.તેના બીજા દિવસે  પોલીસને કડુંલી-પીંગલેશ્વરનાં દરિયાઈ કિનારાના વિસ્તારમાંથી 10 પેકેટ ઝડપી પાડ્યાં હતા. 11 જૂને સિંઘોડી-સૈયદપીર વિસ્તારમાંથી જખૌ મરીને 9 પેકેટ જપ્ત કર્યાં હતા, 13 જૂને જખૌ મરીનને ફરીથી ખીદરતપીર ટાપુ પરથી ચરસના 10 પેકેટ જપ્ત કર્યાં હતા. 14 જૂને માંડવી પોલીસે ધોળુપીર પાસેથી 10 પેકેટ ઝડપી લીધા હતા.

આ ઉપરાંત રોડાસર ક્રીક વિસ્તારમાંથી બીએસએફને પેટ્રોલિંગ વખતે 10 પેકેટ ચરસના મળ્યાં હતા. ત્યાર બાદ કોઠારા પોલીસની હદમાંથી એસઓજીને ડ્રગ્સના 9 પેકેટ મળ્યાં હતા.આમ થોડા જ દિવસોમાં પોલીસ અને કેન્દ્રીય એજન્સીઓએ કરોડો રૂપિયાનું ડ્રગ્સ જપ્ત કર્યું છે.

દરિયા કિનારે આ ડ્રગ્સનો જથ્થો બિનવારસી હાલતમાં હોવાથી એ સ્પષ્ટ છે કે માફિયાઓએ દરિયામાં જ ડ્રગ્સનું કન્સાઇનમેન્ટ ખાલી કરી નાખ્યું હશે, આ દિશામાં એજન્સીઓ તપાસમાં લાગી છે.

(ફાઇલ ફોટો)

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

facebook twitter