Big News: પોરબંદર પાસેના દરિયામાંથી રૂ.1800 કરોડનું ડ્રગ્સ ઝડપાયું, ATS અને ICGનું સંયુક્ત ઓપરેશન

01:26 PM Apr 14, 2025 | gujaratpost

ડ્રગ્સનો મસમોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો

300 કિલો ડ્રગ્સ ઝડપી લેવામાં આવ્યું

પોરબંદરઃ ગુજરાતના દરિયામાંથી ફરી એક વખત ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે. ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડના સંયુક્ત ઓપરેશનમાં 300 કિલો ડ્રગ્સનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે.

ઝડપાયેલા ડ્રગ્સની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત 1800 કરોડ રૂપિયા જેટલી થાય છે. અરબી સમુદ્રમાં ગુજરાત અને મહારાષ્ટ્ર વચ્ચે આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતુ. જેમાં બોટમાંથી 300 કિલો મેફેડ્રોન ડ્રગ્સ ઝડપાયું છે.

પાકિસ્તાની બોટમાંથી દરિયામાં ફેંકી દેવામાં આવ્યું હતુ ડ્રગ્સ

એજન્સીએ રિકવર કર્યો ડ્રગ્સનો જથ્થો

એજન્સીઓએ 12 અને 13 એપ્રિલની રાત્રે આ ઓપરેશન કરાયું હતુ. આ ડ્રગ્સનો જથ્થો ક્યાં લઇ જવાતો હતો તે દિશામાં એજન્સીઓએ તપાસ હાથ ધરી છે.

 

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++