ભાવનગરઃ ગઇકાલે કાળીયાબીડ વિસ્તારમાં આવેલા શક્તિ મંદિર પાસે એક કાર ચાલકે 2 લોકોને એડફેટે લીધા હતા, જેમાં એક યુવકનું ઘટનાસ્થળે મોત થયું હતું. જ્યારે એક વૃદ્ધાનું સારવાર દરમિયાન મોત થયું હતું. અનેક લોકોને ગંભીર ઇજાઓ પહોંચતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચીને વાહનચાલકની ધરપકડ કરવામાં આવી હતી.
ભાવનગરના કાળીયાબીડ વિસ્તારમાં આવેલા શક્તિ મંદિર પાસે હર્ષરાજસિંહ ગોહિલ નામના કાર ચાલકે 2 લોકોને એડફેટે લીધા હતા. જેમાં 30 વર્ષીય એન્જિનિયર ભાર્ગવ પટ્ટી નામના યુવકનું ઘટનાસ્થળે મોત થયું હતું જ્યારે 62 વર્ષીય ચંપાબેન વાછાણીને ગંભીર ઇજા પહોંચતા તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, ત્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું.
કાર ચાલક એક પોલીસનો પુત્ર હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. પોલીસે ઘટનાસ્થળ પર પહોંચીને કાર ચાલકની ધરપકડ હતી અને નીલમબાગ પોલીસ સ્ટેશન લઇ જવામાં આવ્યો હતો. સ્થાનિક લોકોએ વાહનચાલક વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/