+

મારી બોડી ઘરે આવે ત્યારે મને ગળે લગાડી લેજો અને...બેન્કમાં ફરજ દરમિયાન યુવતીએ કર્યો આપઘાત

અમરેલીઃ ખાંભા તાલુકામાં બેન્કમાં ફરજ દરમિયાન યુવતી ઝેરી દવા ગટગટાવીને આપઘાત કર્યો છે. આ પગલું ભરતા પહેલા તેને એક સુસાઈડ નોટ લખી હતી. દીકરી મોતથી પરિવનારમાં માતમ છવાયો છે. આ મામલે પોલીસને મળેલી સુસાઈડ

અમરેલીઃ ખાંભા તાલુકામાં બેન્કમાં ફરજ દરમિયાન યુવતી ઝેરી દવા ગટગટાવીને આપઘાત કર્યો છે. આ પગલું ભરતા પહેલા તેને એક સુસાઈડ નોટ લખી હતી. દીકરી મોતથી પરિવનારમાં માતમ છવાયો છે. આ મામલે પોલીસને મળેલી સુસાઈડ નોટમાં ભૂમિકાએ આર્થિક રીતે લાખો રૂપિયાનું દેવું થઈ જવાના કારણે આ પગલું ભર્યું હોવાનો ઉલ્લેખ કર્યો છે.

અમરેલીના ખાંભા તાલુકામાં ભાડ ગામની રહેવાસી ભૂમિકા હરેશભાઈ સોરઠિયા ખાંભા સ્થિત એક ખાનગી બેન્કમાં નોકરી કરતી હતી. તેને 28 લાખ રૂપિયાનું દેવું થઇ જતા આ પગલું ભર્યું હતું. ભૂમિકાએ આપઘાત કરતા પહેલા લખેલી એક સુસાઈડ નોટ મળી આવી હતી. જેમાં લખ્યું હતું કે, તે 28 લાખ રૂપિયાના દેવાના બોજ નીચે દબાઈ ગઈ હતી, અને આ દેવું Shine.com નામની કંપની સાથે સંકળાયેલું હતું. તેને સુસાઈડ નોટમાં પોતાના માતા-પિતાને સંબોધીને લખ્યું છે કે, મૃત્યું બાદ માતા-પિતાને 5 લાખ રૂપિયા પણ મળશે, આ સાથે PFના રૂપિયા પણ પડ્યા હશે, તે પણ નીકાળી લેજો. ભૂમિકાએ સુસાઈડ નોટમાં તેની છેલ્લી ઈચ્છા પણ વ્યક્ત કરી હતી કે, મારી બોડી ઘરે આવે ત્યારે મને ગળે લગાડી લેજો. પ્લીઝ મારી છેલ્લી ઈચ્છા પૂરી કરી દેજો. હાલ આ મામલે ખાંભા પોલીસે સુસાઈડ નોટને આધારે તપાસ હાથ ધરી છે. 

પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, ભૂમિકા ઓનલાઈન જોબ પોર્ટલ Shine.com સાથે જોડાયેલી હતી, જેના કારણે તેના પર 28 લાખ રૂપિયાનું દેવું થયું હોવાનું બહાર આવ્યું છે. પોલીસ હવે આ દિશામાં તપાસ કરી રહી છે. દીકરીના મોતથી પરિવાર પર આભ તૂટી પડ્યું છે.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

facebook twitter