હું વાતો કરવાવાળો નથી, અડધી રાતનો હોંકારો છુંઃ મંત્રી પરસોત્તમ સોલંકીના નિવેદનથી અનેક તર્કવિતર્ક

10:48 AM Jul 08, 2025 | gujaratpost

ભાવનગરઃ રાજ્ય સરકારના મંત્રી પરસોત્તમ સોલંકીએ ભાવનગરમાં એક કાર્યક્રમમાં કહ્યું કે, હું વાતો કરવાવાળો નથી, અડધી રાતનો હોંકારો છું. તેમણે કહ્યું બધાને એમ થતું હશે કે પરસોત્તમભાઈ કેમ આવતા નથી, પરંતુ છેલ્લા બે મહિનાથી મારી તબિયત બહુ ખરાબ છે. પણ તમારા અડધી રાતનો હોંકારો એટલે આ પરસોત્તમ સોલંકી. ભલે હું બીમાર હોય કે ગમે તે હોય તમને કં  ઈ પણ તકલીફ પડે તો હું તમારા માટે જ છું.

આ કાર્યક્રમમાં ધારાસભ્ય, રાજકોટ જિલ્લા ભાજપ પ્રભારી સહિતના સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતા

મંત્રીજીએ અચાનક જ આવી શબ્દો ઉપયોગ કરતા થયા તર્ત વિતર્ક

વધુમાં તેમણે જણાવ્યું કે, 'તમને લાગે છે હું નકરી વાતો કરું છું, પણ એમાનુ એવુ કંઈ નથી. તમને બધાને ખબર છે કે, મને રાજકારણ આવડતું નથી અને હું કરતો પણ નથી. કુદરતે આપ્યું છે. 30 વર્ષથી ભાવનગરમાં ઉમેદવારી કરું તો આપણો સમાજ મને કોળીના દીકરા તરીકે જ જુએ છે. એ લોકોએ કોઈ રાજકારણ કે એવુ કંઈ જોયું નથી. આપણા સમાજને મે ક્યારેય દુઃખી થવા નથી દીધો અને કોઈ આવશે તો હું એને કરવા પણ નહી દઉં. તમે એ બધી ચિંતા છોડી દેજો.